You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ક્યાં આગાહી કરાઈ?
ભારતમાં હાલ બે લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જેમાંથી એક મધ્ય ભારત પર અને બીજી બંગાળની ખાડી પાસે છે.
આ સિસ્ટમ્સની સીધી મોટી અસર ગુજરાત પર થવાની શક્યતા નથી.
આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની ધારણા છે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કે ભારે વરસાદ પડી શકે છે,
જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.
આગામી 20થી 22 ઑગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક કે ભારે વરસાદનો કોઈ મોટો રાઉન્ડ આવવાની શક્યતા નથી. જોકે, છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે અને 25 ઑગસ્ટ આસપાસ નવી સિસ્ટમથી વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે.
વધુ વિગતો માટે જુઓ વીડિયો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન