આ મજૂરોને 50 લાખનો હીરો કેવી રીતે મળ્યો?

આ મજૂરોને 50 લાખનો હીરો કેવી રીતે મળ્યો?
પ્રકાશિત

મધ્ય પ્રદેશના પન્નામાં સાત ગરીબ મજૂરોને એક અમૂલ્ય હીરો મળ્યા બાદ હવે તેમને લાગે છે કે તેમનું જીવન બદલાઈ શકે છે.

તેમણે કહ્યું કે તેમણે બે વર્ષ પહેલાં પટ્ટે લીધેલી જમીનમાંથી એક મોટો હીરો મળી આવ્યો છે.

વજન માપતા આ હીરાનું વજન 16.96 કૅરેટ હોવાનું જણાયું અને જિલ્લા ખનીજ અધિકારી રવિ પટેલે કહ્યું કે તે કુદરતી હીરાના સૌથી બહેતરીન પ્રકારો પૈકી એક છે.

પટેલે આ હીરાને "કિંમતી" ગણાવતાં કહ્યું કે ઑક્ટોબર માસમાં તેની હરાજી કરાશે. તેમણે આની કિંમત આશરે 50 લાખ રૂ. સુધી હોવાનું જણાવી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન