You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની ગુજરાત પર કેવી અસર થશે?
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની ગુજરાત પર કેવી અસર થશે?
પ્રકાશિત
બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનીને વૅલ- માર્ક્ડ લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે. આ સિસ્ટમ ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને મધ્ય પ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદ આપશે, પરંતુ ગુજરાત સુધી પહોંચવાની શક્યતા નહિવત્ છે. ગુજરાતમાં વરસાદનું જોર હવે ધીરે-ધીરે ઘટશે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો, હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 25 ઑગસ્ટ સુધી ભારે વરસાદનો કોઈ નવો રાઉન્ડ આવવાની શક્યતા નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન