ડીસા : ઘઉંના ભૂસામાંથી 'મરચું' કેવી રીતે બનતું હતું?

ડીસા : ઘઉંના ભૂસામાંથી 'મરચું' કેવી રીતે બનતું હતું?
પ્રકાશિત

પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન વિભાગે ડીસાની એક પેઢી પર દરોડો પાડીને અઢી લાખ રૂપિયાનું અખાદ્ય મરચું પકડ્યું હતું.

ફૂડ સેફ્ટી ઑફિસરના કહેવા પ્રમાણે સ્ટાફે મેજિક બૉક્સ દ્વારા કરેલી પ્રાથમિક તપાસમાં આ મરચું પાવડરના નમૂનામાં કૃત્રિમ રંગની હાજરી મળી હતી.

આ પેઢીમાં મરચું પાવડરના ઉત્પાદનમાં કૃત્રિમ રંગ, ઘઉંનું ભૂસું અને ધાણા પાવડર જેવા પદાર્થોની ભેળસેળ કરવામાં આવતી હતી

અધિકારીઓને અલગ-અલગ 9 નમૂનાઓ લઈને અંદાજે અઢી હજાર કિલોગ્રામ જથ્થો નાશ પણ કર્યો હતો.

ફૂડ સેફ્ટી વિભાગે કુલ 6 હજાર 71 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ આખા મામલે પેઢીના માલિકોની સાથે વાતચીત થઈ શકી નહોતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન