You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રેન પાટા પરથી ઊતરી પછી આ કર્મચારી કેમ થયા વાઇરલ?
ટ્રેન પાટા પરથી ઊતરી પછી આ કર્મચારી કેમ થયા વાઇરલ?
પ્રકાશિત
ટ્રેનના ડબ્બા પાટા પરથી ઊતરી ગયા એ પછી આ ફરજ પરના સુપરવાઇઝર એકદમ શાંત ચિત્તે મુસાફરો માટે જાહેરાત કરતા રહ્યા અને આવી સ્થિતિમાં પણ પોતાની ફરજ નિભાવી એ બદલ તેમને પ્રશંસા મળી.
ટ્રેનમાં સવાર એક મુસાફરે આનો વીડિયો ઉતારી લીધો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
યુકેના પૂર્વ સસેક્સમાં એક પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. જેમાં 150 લોકો સવાર હતા અને આ ટ્રેન લંડન વિક્ટોરિયાથી ઇસ્ટબૉર્ન જઈ રહી હતી.
અકસ્માતમાં 20 લોકો ઘાયલ થયા હતા. અકસ્માત કેવી રીતે થયો એ વિશે તાત્કાલિક કોઈ માહિતી સામે આવી ન હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન