You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે ખોવાયેલા દીકરાનું 23 વર્ષ પછી માતા સાથે મિલન થયું...
તામિલનાડુનાં એક માતાનો 23 વર્ષ પહેલાં ગુમ થયેલો પુત્ર આખરે પંજાબમાં મળી આવતાં બંનેનું ભાવુક મિલન થયું.
સ્થાનિક પત્રકાર, એનજીઓ અને તંત્રની મદદથી માતા પોતાના પુત્ર સુધી પહોંચી શક્યાં.
વર્ષો બાદ પુત્રને ભેટીને માતાની આંખોમાં ખુશીનાં આંસુ આવી ગયાં, જ્યારે હવે તેમના પુનર્વસન માટે પણ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
સુંદરીને તેમના પુત્રની શોધ કરવામાં મુત્તૈયાએ મદદ કરી હતી. મુત્તૈયાની મદદથી ટ્રેન દ્વારા પંજાબની મુસાફરી ખેડનારાં સુંદરી 23 વર્ષ પછી 28મી જુલાઈના રોજ તેમના પુત્રને જોઈને આનંદવિભોર થઈ ગયાં હતાં, તેમણે પોતાના હાથે પુત્રને જમાડ્યો હતો.
વિરુધુનગર જિલ્લામાં રહેતાં સુંદરી અને તેમના પતિ રામમૂર્તિ 30 વર્ષ પહેલાં રોજીરોટી રળવા માટે તેમના બે પુત્રો સાથે કોઇમ્બતુર આવ્યાં હતાં. અહીં આવીને તેઓ પહેલાં કૌંડમપાલયમના એરુકમ્પેની વિસ્તારમાં વસ્યાં હતાં.
સુંદરીએ બીબીસીને આપેલી જાણકારી અનુસાર, તેમના મોટા પુત્ર પ્રકાશમ ચોથા ધોરણથી આગળ ભણ્યા નહોતા. 2003માં જ્યારે પ્રકાશમ 16 વર્ષના થયા, ત્યારે પ્રકાશમ અને તેમના નાના ભાઈ વચ્ચે ટુ-વ્હીલર કોણ વાપરશે, તેને લઈને ઝઘડો થતાં પ્રકાશમ આવેશમાં આવીને ઘર છોડીને જતા રહ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન