ગુજરાતમાં ભારે વરસાદ : નવસારી જિલ્લામાં 21 લોકોનાં મોત, ગામોમાં હોડીઓ ફરતી થઈ, જુઓ તસવીરો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. 200થી વધુ મકાનોમાં વરસાદી પાણી ઘૂસતાં ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે
ઇમેજ કૅપ્શન, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. 200થી વધુ મકાનોમાં વરસાદી પાણી ઘૂસતાં ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કેટલાક જિલ્લામાં અત્યંત ભારે, તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

અનેક રસ્તામાં ભારે વરસાદને કારણે અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.

હાલમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. અને આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઈ છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી બે-ત્રણ દિવસ વરસાદનું જોર યથાવત્ રહેશે.

ભારે વરસાદને કારણે રાજ્યનું વહીવટી તંત્ર અને સરકાર પણ સતર્ક થયાં છે અને બેઠકનો દોર પણ ચાલી રહ્યો છે.

અમદાવાદથી કચ્છ તરફ જતા હાઈવે પર ભારે વરસાદથી પાણી ભરાયાં છે. સાણંદ-વીરમગામ વચ્ચેનો રોડ વરસાદને કારણે ભરાઈ ગયો હતો અને વાહનચાલકોને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડી હતી
ઇમેજ કૅપ્શન, અમદાવાદથી કચ્છ તરફ જતા હાઈવે પર ભારે વરસાદથી પાણી ભરાયાં છે. સાણંદ-વીરમગામ વચ્ચેનો રોડ વરસાદને કારણે ભરાઈ ગયો હતો અને વાહનચાલકોને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડી હતી

સાણંદ પાસેના છારોડી ગામના અલ્પેશ પરમાર નામના સ્થાનિકે બીબીસીને જણાવ્યું હતું, "અમદાવાદથી વીરમગામ જતા હાઈવેને શનિવાર સવારથી બંધ કરી દેવાયો છે. આ વિસ્તારમાં આવતા લોકોએ ખૂબ જ સાવધાની રાખવી, કારણ કે રસ્તામાં ખૂબ જ પાણી ભરાયેલાં છે. આ સિવાય રસ્તા ઉપર મોટા ખાડા અને ભૂવા પણ પડી ગયા છે."

અલ્પેશ પરમારે જણાવ્યું હતું કે સચાણા, વીરમગામ અને ઇંદિરાનગરમાં પાણી ભરાયેલાં છે.

પપ્પુ નામના એક શ્રમિકે જણાવ્યું હતું, "અમે ત્રણ દિવસથી ખાધું નથી. અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જો કોઈ અહીં આવવા માગતું હોય, તો હાલ ન આવો. અમે ચાલતા અમદાવાદ સ્ટેશને જઈ રહ્યા છીએ અને ત્યાંથી જ અમારા ગામ જઈશું."

રસ્તાઓ ઉપર અનેક કિલોમીટર લાંબી ટ્રક-મોટરોની લાઇનો જોવા મળી હતી. કેટલાંક સ્થળોએ ગટરમાંથી પાણી ઊભરાતાં જોવા મળ્યાં હતાં.

તો અનેક સ્થળોએ માલિકો દ્વારા રસ્તા પર મૂકી દીધેલી ગાડીઓ પણ જોવા મળી હતી.

સાણંદ-વીરમગામ હાઈવે પર ભારે વરસાદને કારણે મજૂરી કરતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ પગપાળા અમદાવાદ બાજુ જઈ રહ્યા છે
ઇમેજ કૅપ્શન, સાણંદ-વીરમગામ હાઈવે પર ભારે વરસાદને કારણે મજૂરી કરતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ પગપાળા અમદાવાદ બાજુ જઈ રહ્યા છે
છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. બીબીસી સહયોગી સચીન પીઠવાના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગરના નાની કઠેચી ગામમાં આશરે 400 વધુ મકાનો ફરતે વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. પરિસ્થિતિ એટલી વિકટ હતી કે ગામલોકો ગામમાં જ હોડીમાં બેસીને અવરજવર કરતા નજરે પડ્યા હતા.
ઇમેજ કૅપ્શન, છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. બીબીસી સહયોગી સચીન પીઠવાના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગરના નાની કઠેચી ગામમાં આશરે 400 વધુ મકાનો ફરતે વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. પરિસ્થિતિ એટલી વિકટ હતી કે ગામલોકો ગામમાં જ હોડીમાં બેસીને અવરજવર કરતા નજરે પડ્યા હતા

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે 25 જુલાઈએ નવસારી જિલ્લાના પુરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા. તેમણે ગણદેવી અને ચીખલી તાલુકાનાં વિવિધ ગામોમાં પુરગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે "ભારે વરસાદને કારણે, સુરત, નવસારી અને વલસાડમાં મોટું નુકસાન થયું છે. વલસાડ અને નવસારીમાં વરસાદને કારણે કેટલાંક ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે, કેટલાંક ઘરો પણ તણાઈ ગયાં છે."

તેમણે કહ્યું કે "નવસારી જિલ્લામાં અંદાજે 21 લોકોનાં મોત થયાં છે."

તેમણે કહ્યું કે, "પૂરથી પ્રભાવિત લોકોને 18,00 રૂપિયા કેસડોલ અને 5,000 ઘરવખરી માટે, એમ મળીને કુલ 6800 રૂપિયા ચૂકવી દેવાની સૂચના અપાઈ છે."

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે 25 જુલાઈએ નવસારી જિલ્લાના પુરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા
ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે 25 જુલાઈએ નવસારી જિલ્લાના પુરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા
સુરેન્દ્રનગરના ફુલવાડી ગામની આશરે 1,000 વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાયાં હતાં. ભારે વરસાદને કારણે ખેતરમાં વાવેલાં કપાસ, તલ, જાર અને એરંડા જેવા પાકને ભારે નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે.
ઇમેજ કૅપ્શન, સુરેન્દ્રનગરના ફુલવાડી ગામની આશરે 1,000 વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાયાં હતાં. ભારે વરસાદને કારણે ખેતરમાં વાવેલાં કપાસ, તલ, જાર અને એરંડા જેવા પાકને ભારે નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે.
તો મોરબી જિલ્લામાં નર્મદાની મોરબી બ્રાન્ચ કૅનાલનો કેટલોક ભાગ તૂટી ગયો હતો. લખધીરપુર ગામ નજીક આવેલા મધીપાટી વિસ્તાર પાસે કૅનાલ તૂટી હતી. આ કૅનાલનું પાણી મચ્છુ ડૅમમાં પહોંચે છે. કૅનાલનું પાણી આજુબાજુનાં ખેતરોમાંથી પસાર થઈ કાલીનદ્રી નદીમાં ભળી રહ્યું છે.
ઇમેજ કૅપ્શન, તો મોરબી જિલ્લામાં નર્મદાની મોરબી બ્રાન્ચ કૅનાલનો કેટલોક ભાગ તૂટી ગયો હતો. લખધીરપુર ગામ નજીક આવેલા મધીપાટી વિસ્તાર પાસે કૅનાલ તૂટી હતી. આ કૅનાલનું પાણી મચ્છુ ડૅમમાં પહોંચે છે. કૅનાલનું પાણી આજુબાજુનાં ખેતરોમાંથી પસાર થઈ કાલીનદ્રી નદીમાં ભળી રહ્યું છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામે ભારે વરસાદ બાદ અમર નદી બે કાંઠે વહેવા લાગી હતી. સતત વરસી રહેલા વરસાદથી નદીઓ જાણે કે ગાંડીતૂર બની હતી
ઇમેજ કૅપ્શન, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામે ભારે વરસાદ બાદ અમર નદી બે કાંઠે વહેવા લાગી હતી. સતત વરસી રહેલા વરસાદથી નદીઓ જાણે કે ગાંડીતૂર બની હતી
અમદાવાદ શહેરમાં 23 અને 24 જુલાઈએ અતિભારે વરસાદ પડ્યા બાદ શહેરના મોટા ભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. તો હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલાં છે
ઇમેજ કૅપ્શન, અમદાવાદ શહેરમાં 23 અને 24 જુલાઈએ અતિભારે વરસાદ પડ્યા બાદ શહેરના મોટા ભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. તો હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલાં છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન