ગુજરાતમાં હવે કમોસમી વરસાદ પડશે? શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં હવે કમોસમી વરસાદ પડશે? શું છે આગાહી?
ગુજરાતમાં હવે કમોસમી વરસાદ પડશે? શું છે આગાહી?
પ્રકાશિત

ગુજરાતમાં માર્ચ મહિનો અડધો પૂરો થયા બાદ જ ગરમીમાં વધારો થવા લાગે છે અને સામાન્ય રીતે એપ્રિલ મહિનો આવતાની સાથે અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચે જવા લાગે છે.

જોકે, આ વર્ષે 20 માર્ચની આસપાસથી રાજ્યમાં હવામાન પલટાવાની શરૂઆત થઈ હતી અને તે બાદ એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાં ગુજરાતમાં ઉનાળો શરૂ થવાને બદલે વરસાદી માહોલ છવાઈ ગયો હતો.

હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદ થશે. 7 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના કયા-કયા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે, આવું શા માટે થઈ રહ્યું છે તથા ઉનાળાની સિઝનમાં વરસાદનો માહોલ ક્યાર સુધી જોવા મળશે, જાણો આ વીડિયોમાં.

ગુજરાત હવામાન આગાહી,  વરસાદ, દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, માવઠું, ચોમાસું બીબીસી સમાચાર, બીબીસી ન્યૂઝ ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન