બંગાળની ખાડીમાં સિસ્ટમ મજબૂત બની, ગુજરાતમાં હવે કેવો વરસાદ રહેશે?

બંગાળની ખાડીમાં સિસ્ટમ મજબૂત બની, ગુજરાતમાં હવે કેવો વરસાદ રહેશે?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનીને વૅલ-માર્ક્ડ લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે.

આ સિસ્ટમ ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને મધ્ય પ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદ આપશે, પરંતુ ગુજરાત સુધી પહોંચવાની શક્યતા નહિવત્ છે. ગુજરાતમાં વરસાદનું જોર હવે ધીરે-ધીરે ઘટશે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો અને હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 25 ઑગસ્ટ સુધી ભારે વરસાદનો કોઈ નવો રાઉન્ડ આવવાની શક્યતા નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન