You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ: ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ ગામનાં ડ્રોન દૃશ્યો
અમદાવાદ: ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ ગામનાં ડ્રોન દૃશ્યો
પ્રકાશિત
વરસાદ અટકી જવા છતાં ત્રણ દિવસથી પાણીમાં ડૂબેલું ગામ.
આ દૃશ્યો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકના લોલિયા ગામના છે.
અહીંના લગભગ દોઢસોથી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયાં હતાં અને મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં વરસાદી પાણી ઓસર્યાં નથી.
જેના કારણો સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે અને લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.
બીબીસી ગુજરાતીના સ્થાનિક સહયોગી જણાવે છે કે તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે તથા અલગ-અલગ વિભાગ દ્વારા રાહત અને બચાવ કામગીરી તથા માળખાકીય સુવિધાઓને બહાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.