ભરૂચ : ખેડૂતોની ટ્રૅક્ટર રેલી દરમિયાન પોલીસ સાથે રકઝક કેમ થઈ?
ભરૂચ : ખેડૂતોની ટ્રૅક્ટર રેલી દરમિયાન પોલીસ સાથે રકઝક કેમ થઈ?
પ્રકાશિત
ભરૂચ જિલ્લાનાં અલગ-અલગ ગામના ખેડૂતો મંગળવારે તેમની 10થી વધુ માગણીઓ સાથે કલેક્ટરને આવેદન આપવા માટે નીકળ્યા હતા.
ત્યારે પોલીસ દ્વારા તેમને રસ્તામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા, જેના કારણે પોલીસ અને ખેડૂતો વચ્ચે રકઝક થઈ હતી.
બીબીસી ગુજરાતીના સ્થાનિક સહયોગી જણાવે છે કે અલગ-અલગ તાલુકામાંથી ખેડૂતો ટ્રૅક્ટર રેલી સ્વરૂપે નીકળ્યા હતા. તેઓ વીજ પોલ નાખવા, વીજળીના થાંભલાનું વળતર, જમીન રી-સર્વે સહિતની 10થી વધુ માગણી કરી રહ્યા હતા.
પોલીસે ટ્રાફિકમાં અવરોધનું કારણ આપીને તેમને અટકાવ્યા હતા. બાદમાં તેમને આવેદનપત્ર આપવા માટે જવા દેવાયા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



