You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં અહીં આદિવાસી ખેડૂતો છેલ્લા 15 દિવસથી જંગલમાં ધરણાં કેમ કરી રહ્યા છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ
ગુજરાતમાં બે તાલુકાના આદિવાસી ખેડૂતો એકબીજાની સામસામે આવી ગયા છે. મુદ્દો છે જંગલની જમીનના ખેડાણનો.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉપરપાડામાં આવેલી જંગલની કેટલીક જમીન પર સાગબારાના ખેડૂતો ખેડાણ કરે છે, જેની સામે ઉમરપાડાના ખેડૂતોએ વન વિભાગને રજૂઆત કરી અને વન વિભાગે સાગબારાના ખેડૂતોને ખેડાણ કરતા અટકાવી દીધા છે.
હવે આ સાગબારાના ખેડૂતો છેલ્લા પંદરેક દિવસથી ધરણા પર બેસી ગયા છે. જંગલમાં બરોબર એક છાવણી બાંધવામાં આવી છે અને ત્યાં જ દેખાવો કરી રહ્યા છે.
જંગલની વચ્ચે છાવણીમાં કેવી રીતે દેખાવો ચાલી રહ્યા છે? બન્ને પક્ષના ખેડૂતો અને વન વિભાગના અધિકારીઓનું શું કહેવું છે?
જુઓ વીડિયોમાં.
અહેવાલ: શ્યામ બક્ષી
ઍડિટ : કૃણાલ દેસાઈ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન