અમદાવાદ: ભાડા વિધેયક 2026 ના વિરોધમાં વકીલોની રેલી, શું કહ્યું?
અમદાવાદ: ભાડા વિધેયક 2026 ના વિરોધમાં વકીલોની રેલી, શું કહ્યું?
પ્રકાશિત
અમદાવાદમાં શહેરની સિવિલ અને સ્મૉલ કૉઝ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલો ગયા અઠવાડિયાથી એક બિલનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતભરના વકીલો 5 ઑક્ટોબરે આ મુદ્દાનો સંતોષકારક ઉકેલ ન આવે ત્યાં સુધી કોર્ટ, ટ્રિબ્યુનલ, ન્યાયિક અને અર્ધ-ન્યાયિક જેવી કામગીરી ન કરી હળતાલ પાડવાનો નિર્ણય લીધો હતો.
તે પરિણામે 5 ઑક્ટોબરના રોજ અમદાવાદની જૂની હાઇકોર્ટથી લઈને ઇન્કમ ટૅક્સ સર્કલ સુધી વકીલોએ ચક્કાજામ કરી સૂત્રોચાર કર્યો હતો.
આંદોલન કરી રહેલા વકીલોના જણાવ્યા અનુસાર, ભાડા સંબંધિત વિવાદો ઉકેલવાની સત્તા ન્યાયિક અધિકારીઓ પાસેથી લઈને ડેપ્યુટી કમિશનર અને નાયબ મામલતદાર જેવા વહીવટી અધિકારીઓને સોંપવામાં આવી રહી છે.
ત્યારે શું છે સમગ્ર મામલો, કેમ વકીલો કરી રહ્યા છે વિરોધ જાણીએ આ અહેવાલમાં.

ઇમેજ સ્રોત, tejas vaidya
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



