દેવભૂમિ દ્વારકા: પાણી અને ચારાની અછતથી માલધારીઓ ચિંતામાં, ઘર છોડી બીજે જવા બન્યા મજબૂર
દેવભૂમિ દ્વારકા: પાણી અને ચારાની અછતથી માલધારીઓ ચિંતામાં, ઘર છોડી બીજે જવા બન્યા મજબૂર
પ્રકાશિત
"પાણી વગર અમારા ઢોર મરે છે. ઢોર બચાવીએ કે છોકરાં ભણાવીએ?"
દુષ્કાળમાં ઘેરાયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના માલધારી પરિવારોની આ વેદના છે.
દ્વારકાની ભાગોળે રહેતા માલધારીઓનું કહેવું છે કે પાણી અને ઘાસચારાની તંગીના કારણે સ્થિતિ કફોડી બની છે.
અહીંના માલધારીઓનું કહેવું છે કે, તેમના જિલ્લા ઉપરાંત પાડોશના જામનગર અને પોરબંદરમાં પણ દુષ્કાળ પડતાં ઘાસ-ચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે.
તેમનું કહેવું છે કે તેમને અતિશય તકલીફ છે અને હવે તેમનાથી કંઈ થઈ શકે તેમ નથી.
જુઓ આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ...
રિપોર્ટ - ગોપાલ કટેશિયા
ઍડિટ - કુશાંત જાદવ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



