રાજકોટ : 'પાંચ મિનિટમાં દીકરો જતો રહ્યો...'

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
રાજકોટ : 'પાંચ મિનિટમાં દીકરો જતો રહ્યો...'
પ્રકાશિત

રાજકોટમાં અકસ્માતમાં 39 વર્ષીય આમદ શેખનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

તેઓ પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે ફોન કોલ આવતાં વાત કરવા માટે રસ્તાની સાઇડમાં ઊભા રહ્યા હતા.

તે દરમિયાન પાછળથી આવી રહેલી આશરે 20 ટનની ક્રેન તેમના પર ફરી વળી હતી. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ ક્રેન ચાલકને રિવર્સ ન લેવા ચેતવવામાં આવ્યો હતો છતાં તેણે રિવર્સ લેતાં ક્રેન માથા પર ચડી ગઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

જુઓ વીડિયોમાં...

રાજકોટ અકસ્માત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન