ગુજરાત: માછીમારો દરિયામાં બીમાર પડે તો સારવાર કેવી રીતે મળે છે?

વીડિયો કૅપ્શન, ગુજરાત: માછીમારો દરિયામાં બિમાર પડે તો સારવાર કેવી રીતે મળે છે?
ગુજરાત: માછીમારો દરિયામાં બીમાર પડે તો સારવાર કેવી રીતે મળે છે?
પ્રકાશિત

દરિયાની લહેરો વચ્ચે કામ કરતા માછીમારોની તબિયત ખરાબ થાય ત્યારે તાત્કાલિક મદદ પૂરી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા 108 ઇમરજન્સી બોટ ઍમ્બ્યુલન્સ સેવા ચલાવવામાં આવે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને પોરબંદર ખાતે તહેનાત આ બોટ ઍમ્બ્યુલન્સમાં ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ, આધુનિક તબીબી સાધનો તથા જીવન રક્ષક દવાઓ ઉપલબ્ધ હોય છે. દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં બોટ પર જ જરૂરી સારવાર આપવામાં આવે છે.

દરિયામાં છાતીમાં દુખાવા જેવી ગંભીર સ્થિતિમાં પણ ખલાસીઓને સારવાર આપી કિનારે પહોંચાડવામાં આવે છે.

ગુજરાત: માછીમારો દરિયામાં બિમાર પડે તો સારવાર કેવી રીતે મળે છે?

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન