દુનિયામાં 17 લાખ લોકો સંક્રમિત, મરણાંક એક લાખથી વધારે

મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણાની લૉકડાઉન 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત.

લાઇવ કવરેજ

  1. ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 40 લોકોનાં મૃત્યુ, 1035 નવા કેસ

    સમાચાર સંસ્થા એએનઆઈ આરોગ્ય અને પરિવાર-કલ્યાણ મંત્રાયલયને ટાંકીને લખે છે કે ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 40 લોકોનાં મૃત્યુ થયાં છે અને 1035 નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે.

    ભારતમાં કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 7447એ પહોંચી છે.

    હાલ ઍક્ટિવ કેસની સંખ્યા 6565 છે. જ્યારે 239 લોકોનાં મૃત્યુ થયાં છે.

    ભારતમાં હાલ સુધીમાં 643 લોકો સાજા થયા છે અથવા તેમને રજા અપાઈ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  2. અમેરિકામાં એક જ દિવસમાં 2000થી વધારે લોકોનાં મૃત્યુ

    કોરોના વાઇરસના કારણે એક દિવસમાં 2000થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હોય તેવું વિશ્વમાં પહેલીવાર અમેરિકામાં બન્યું .

    જોન હૉપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર ગત છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે 2108 લોકોનાં મૃત્યુ થયા છે.

    અમેરિકામાં હાલ સુધી પાંચ લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે.

    કોરોના વાઇરસથી દુનિયાભરમાં હાલ સુધી ઇટાલીમાં સૌથી વધારે લોકોના મૃત્યુ થયા છે પરંતુ અમેરિકા આ કિસ્સામાં ઇટાલીને પાછળ મૂકી શકે છે.

    જોકે વ્હાઇટ હાઉસના કોવિડ-19 ટાસ્ક ફોર્સે કહ્યું કે જે તમામ સંકેતો મળી રહ્યા છે તેનાથી લાગે છે કે સ્થિતિ સ્થિર થઈ રહી છે અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો થશે.

    અમેરિકામાં હાલ સુધીમાં કુલ 18,693 લોકોનાં મૃત્યુ થયાં છે અને 5,00,399 લોકો કોરોનાના સંક્રમિત છે.

    અમેરિકામાં થયેલાં કુલ મૃત્યુમાં 50 ટકા ન્યૂયોર્કમાં જ થયાં છે. ઇટાલીમાં હાલ સુધીમાં મૃત્યુ પામનારની સંખ્યા 18,849 છે.

    પ્રતીકાત્મક તસવીર
  3. અમદાવાદના સીલ કરાયેલા મુસ્લિમ વિસ્તારમાં લોકો કેવી રીતે જીવે છે?

    ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે.

    જેમાં અમદાવાદમાં સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે.

    જેના કારણે કેટલાક વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે.

    જુઓ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાનો રિપોર્ટ

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  4. બ્રેકિંગ, ઉતાવળમાં લૉકડાઉનને હઠાવવું જીવલેણ સાબિત થશે : WHO

    વિશ્વ સ્વાસ્થય સંગઠને કહ્યું છે કે કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે દુનિયાભરમાં ચાલી રહેલા લૉકડાઉનને જો જલદી હઠાવી લેવામાં આવશે તો મૃત્યુ પામનારની સંખ્યા ઝડપથી વધશે.

    WHOના પ્રમુખ ટૅડ્રોસ અડૅનમ ગિબ્રિયેસસે ચેતવણી આપીને કહ્યું છે કે દુનિયાના દેશોમાં લૉકડાઉનને હઠાવવા અંગે સતર્ક રહેવાની જરૂર છે.

    યુરોપમાં કોરોના વાઇરસની સૌથી વધારે અસર ઇટાલી અને સ્પેનમાં જોવા મળી છે. આ બંને દેશોએ પ્રતિબંધોમાં થોડી ઢીલ મૂકી છે.

    જોકે અહીં લૉકડાઉન હાલ પણ ચાલુ છે.

    દુનિયામાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ 16 લાખથી પણ વધારે કેસ સામે આવી ગયા છે અને એક લાખથી પણ વધારે લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

    જીનીવામાં એક પ્રેસ-કૉન્ફરન્સમાં ટૅડ્રોસે કહ્યું, "અમે વિશ્વની સરકારો સાથે લૉકડાઉનના પ્રતિબંધને ઘટાડવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. પરંતુ આમાં ઉતાવળ કરવી ન જોઈએ. ઉતાવળે લૉકડાઉન હટાવવાથી દુનિયામાં મૃત્યુ પામનારની સંખ્યા હજુ વધી શકે છે."

    WHOના પ્રમુખ ટેડ્રોસ અડૈનમ ગિબ્રિયેસસે
  5. એ મુસ્લિમો જેમને કોરોના વિશે આપવામાં આવી રહી છે માહિતી

    બાંગ્લાદેશમાં આવેલા રોહિંગ્યાના કૅમ્પોમાં હાલ કોરોના વાઇરસ વિશે માહિતી આપવામાં આવી રહી છે.

    અહીં હજારો લોકો રહે છે અને કોરોના વાઇરસ વિશે અહીં ખૂબ ઓછી માહિતી છે.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  6. બ્રેકિંગ, દુનિયામાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા 17 લાખની નજીક, 1 લાખ લોકોનાં મૃત્યુ

    જોન હૉપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર દુનિયા કોરોના વાઇરસથી સંક્રમિત પૉઝિટિવ કેસની સંખ્યા 16,91,719એ પહોંચી છે. જ્યારે મૃતકાંક 1,02,525એ પહોંચ્યો છે.

    ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 6,700થી વધુ કેસ, મૃતકોની સંખ્યા 206એ પહોંચી છે.

    ગુજરાતમાં કોરોના વાઇરસથી સંક્રમણના કુલ 378 પૉઝિટિવ કેસ નોંધાયેલાં છે. જ્યારે 19નાં મોત થયાં છે.

    વિશ્વમાં કોરોના વાઇરસના સૌથી વધારે પૉઝિટિવ કેસ અમેરિકા(4,99,252), સ્પેન (1,58,273), ઇટાલી (1,47,577) અને ફ્રાન્સ (1,25,931) છે.

    વિશ્વમાં કોરોના વાઇરસના કારણે સૌથી વધારે મૃત્યુ ઇટાલી(18,849), અમેરિકા (18,586), સ્પેન (1,58,273) અને ફ્રાન્સમાં (13,215) થયાં છે.

    કોરોના વાઇરસની તપાસ
  7. ઍપલ અને ગૂગલ કોરોના વાઇરસ સામેના જંગમાં એક સાથે

    કોરોના વાઇરસ સામેની લડાઈમાં ઍપલ અને ગૂગલ સાથે મળીને કામ કરી રહી છે.

    આ બંને કંપનીઓ એક સાથે મળીને એવી ટેકનૉલૉજી પર કામ કરી રહી છે જેનાથી લોકોને સચેત કરી શકાય.

    જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે છે તો આ ટેકનૉલૉજીતેમને સતર્ક કરવાનું કામ કરશે.

    ગૂગલ અને ઍપલની તસવીર
  8. બીબીસી ગુજરાતીના તમામ વાચકો અને દર્શકોને નમસ્કાર. અહીં અમે આપને કોરોના વાઇરસની મહામારી અંગે દેશદુનિયાની તમામ અપડેટ્સ આપીશું. ગત 24 કલાકની અપડેટ્સ મેળવવા માટે જુઓ બીબીસીનું LIVE કવરેજ

    કોરોના વાઇરસ