કોરોના વાઇરસ : વિશ્વમાં 16 લાખથી વધારે પૉઝિટિવ કેસ, એક લાખથી વધારે મૃત્યુ

દુનિયામાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા 16 લાખની નજીક.

લાઇવ કવરેજ

101 વર્ષની વ્યક્તિએ જીત્યો કોરોના સામેનો જંગ અને બોરિસ જોન્સન આઈસીયુમાંથી બહાર

અમારા લાઇવ પેજમાં સ્વાગત છે. ગુડ મૉર્નિંગ.

કોરોના વાઇરસ કોવિડ-19ની મહામારીના કવરેજમાં દેશ અને દુનિયામાં વિખરાયેલી બીબીસીની ટીમ એક નવો દિવસ શરૂ કરી રહી છે.

અમે આપને ગુજરાતથી લઈને દુનિયા સુધીની તમામ નવીન માહિતીઓ, આંકડાઓ અને તેને સાથે સંબંધિત સમાચારોથી સતત અવગત રાખવાનો પ્રયાસ કરીશું.

એ સિવાય અમે આપને વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ કોવિડ-19 સામે તમે અને તમારા પ્રિયજનો સ્વસ્થ અને સુરક્ષિત રહે તે માટેની ઉપયોગી કહાણીઓ પણ કહીશું.

આ મહામારી સામે લડવામાં તંત્ર ક્યાં ચૂકી રહ્યું છે અને શું સારૂ કરી રહ્યું છે એ અમે આપને જણાવતા રહીશું.

સાથે એ પણ કહીશું કે કેવી હિંમતથી લોકો એનો મુકાબલો કરી રહ્યાં છે અને એકબીજાને સાથ આપી રહ્યા છે.

દર્દી