ગુજરાત વિધાનસભાની ચૂંટણી : બીજા તબક્કામાં 59 ટકા થયું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાના મતદાનનો સમય પૂર્ણ થઈ ગયો છે. હવે ગુજરાત વિધાનસભા અને હિમાચલ પ્રદેશ વિધાનસભાનું પરિણામ આઠમી ડિસેમ્બરના આવશે.

લાઇવ કવરેજ

  1. ગુજરાતમાં ભાજપના બળવાખોર નેતાઓ BJP ને કેટલું નુકસાન કરશે?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે દરેક પક્ષે ટિકિટ મામલે બળવાની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે.

    જેથી અનેક બેઠકો પર પોતાના જ પક્ષ સામે બળવો કરી અપક્ષ ઊભા રહેનારા ઉમેદવારો પણ જોવા મળી રહ્યા છે.

    ત્રિપાંખિયા જંગના વિશ્લેષણ વચ્ચે આ વિદ્રોહી ઉમેદવારોએ ચૂંટણીને મુખ્ય પક્ષો માટે વધુ પડકાર વાળી બનાવી છે.

    કઈ બેઠકો પર આ ઉમેદવારો આશ્ચર્ય સર્જી શકે એની ચર્ચા અમે અમારા લાઇવ કાર્યક્રમ ગુજરાતની વાતમાં કરી.

  2. FB Live : CM ભૂપેન્દ્ર પટેલ જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે, એ ઘાટલોડિયા વિધાનસભામાં મતદારોનો શું છે મિજાજ?

  3. ગુજરાતમાં બીજા તબક્કામાં એક વાગ્યા સુધી 34.74 ટકા મતદાન થયું, સૌથી વધુ મતદાન સાબરકાંઠામાં

    મતદાન

    ગુજરાતમાં બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. એક વાગ્યા સુધી 34.74 ટકા મતદાન થયું છે.

    વોટ ટર્નઆઉટ ઍપ અનુસાર સૌથી વધુ સાબરકાંઠામાં 39.73 ટકા અને છોટા ઉદેપુરમાં 38.18 ટકા મતદાન થયું છે.

    બનાસકાંઠામાં 37.48 ટકા, ખેડામાં 36 ટકા,પંચમહાલમાં 37.09 ટકા, અરવલ્લીમાં 37.12 ટકા, મહેસાણા 35.35 ટકા, પાટણમાં 34.74 ટકા મતદાન થયું છે.

    બપોરે એક વાગ્યા સુધી અમદાવાદમાં 30.82 ટકા મતદાન થયું છે અને દાહોદમાં 34.46 ટકા, વડોદરા 34.07 ટકા મતદાન થયું છે.

    એક વાગ્યા સુધી સૌથી ઓછું મતદાન મહીસાગરમાં 29.72 ટકા થયું છે.

    ગ્રાફિક્સ
  4. પાકિસ્તાન વિ. ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટમેચ કઈ રીતે રોમાંચક બની?

    પાકિસ્તાન વિ. ઇંગ્લૅન્ડ ટેસ્ટમેચ

    પાકિસ્તાનના રાવલપિંડીમાં ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી ટેસ્ટમેચ ભારે રોમાંચક બની ગઈ છે.

    આ ટેસ્ટમેચ જીતવા માટે પાકિસ્તાનને બીજી ઇનિંગમાં 343 રનની જરૂર છે.

    ટેસ્ટના પાંચમા દિવસે લંચ સુધી પાકિસ્તાને ત્રણ વિકેટ ગુમાવીને 169 રન બનાવી લીધા છે.મૅચ જીતવા માટે પાકિસ્તાનને હજુ 174 રનોની જરૂર છે.

    પીચ પરમોહમ્મદ રિઝવાન અને સઉદ શકીલ હાજર છે. રિઝવાને 42 રન કર્યા છે, જ્યારે શકીલે 63 રન બનાવ્યા છે.તો ઇનામ ઉલ હકે 48 રનની ઇનિંગ રમી છે.

    રાવલપિંડીમાં ચાલી રહેલી આ ટેસ્ટમેચ બન્ને ટીમ તરફથી રમાયેલી કેટલીય શતકીય ઇનિંગ્ઝને લીધે યાદ રહેશે.

    આ ટૅસ્ટમાં અત્યાર સુધી સાત શતક લગાવાયા છે. ઇંગ્લૅન્ડ તરફથી ચાર અને પાકિસ્તાન તરફથી ત્રણ સદી ફટકારાઈ છે.

    આ પહેલાં પ્રથમ દિવસે ઇંગ્લૅન્ડની ટીમે વિશાળ સ્કોર બનાવીને વિશ્વરેકૉર્ડ બનાવ્યો હતો. પ્રથમ ઇનિંગમાં ઇંગ્લૅન્ડ 657 રન બનાવ્યા હતા તો પાકિસ્તાને જવાબમાં 579 રન બનાવ્યા હતા.

    બીજી ઇનિંગમાં ઇંગ્લૅન્ડે સાત વિકેટના નુકસાને 264 રન બનાવીને ઇનિંગ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી અને આ રીતે પાકિસ્તાનને જીતવા માટે 343 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

  5. આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ અમદાવાદમાં મતદાન કર્યું

    ઈસુદાન ગઢવી

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉતરેલી આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદ માટેના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ અમદાવાદમાં મતદાન કર્યું.

    ઈસુદાન ગઢવી પોતે જામખંભાળિયાથી ચૂંટણી લડી રહ્યા છે.

    આમ આદમી પાર્ટી આશરે 180 ઉમેદવાર ચૂંટણીમેદાને ઉતાર્યા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ઈસુદાન ગઢવીએ કહ્યું કે "હું લોકોને મતદાનમથક જઈને વોટ કરવાની અપીલ કરું છું. તમે જેમને પસંદ કરો તેને વોટ કરો પણ તમે મતદાન કરશો તો તમે નેતાઓ પાસેથી જવાબ માગી શકશો. મને પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી 51થી વધારે બેઠકો અને બીજા તબક્કામાં 52 બેઠકો આપની જીતની આશા છે."

  6. ગુજરાતનું એ મતદાનમથક જે માત્ર મહિલાઓ સંભાળે છે

  7. અમદાવાદમાં મતદાન કરવા આવેલા લોકોએ શું કહ્યું?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે બીજા બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. એવામાં અમદાવાદમાં મતદાન કરવા મતદાનમથકે આવેલા લોકો સાથે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ વાતચીત કરી હતી.

    આ ફેસબુક લાઇવમાં લોકો કયા મુદ્દે મતદાન કરી રહ્યા છે એ અંગે જાણવા પ્રયાસ કરાયો હતો.

    નોંધનીય છે કે બીજા તબક્કામાં 2.5 કરોડ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરી રહ્યા છે. મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 વિધાનસભા બેઠકો માટે 14 જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે.

    આઠ ડિસેમ્બરે પરિણામ આવશે.

  8. વડા પ્રધાન મોદીનાં માતા હીરાબહેન મોદીએ કર્યું મતદાન

    હીરાબહેન મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબહેન મોદી ગાંધીનગરમાં મતદાન કરવા પહોંચ્યાં હતાં.

    100 વર્ષનાં હીરાબહેન મોદી મતદાનમથક સુધી પહોંચ્યાં હતાં.

    હીરાબહેન મોદી

    રવિવાર રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાનાં માતા હીરાબહેનને મળવા ગયા હતા.

    હીરાબહેન મોદીને તેમના પરિવારજનો વ્હીલચેયર પર લઈ આવ્યા હતા.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદીએ સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે, "2014 પછી કેન્દ્ર સરકારે જે કામ કર્યું છે, લોકો તેની અવગણના નહીં કરી શકે. મેં તેમને (વડા પ્રધાન નરેન્દ્ર મોદી)ને કહ્યું કે તેઓ દેશ માટે બહુ કામ કરે છે, તેમણે થોડો આરામ પણ કરવો જોઈએ."

    સોમાભાઈ પટેલ
  9. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં શું સ્થિતિ હતી?

  10. ગુજરાતમાં 11 વાગ્યા સુધી 19.17 ટકા મતદાન, સૌથી વધુ છોટાઉદેપુરમાં મતદાન

    મતદાન

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 11 વાગ્યા સુધી 19.17 ટકા મતદાન થયું છે.

    બીજા તબક્કામાં 93 વિધાનસભા બેઠકો પર ચૂંટણી થઈ રહી છે.

    અત્યાર સુધી અમદાવાદમાં 16.95 ટકા મતદાન થયું છે.

    સવારે 11 વાગ્યા સુધી સૌથી વધારે મતદાન છોટાઉદેપુર 23.35 ટકા, સાબરકાંઠામાં 22.18 ટકા, બનાસકાંઠામાં 21.03 ટકા, અરવલ્લીામં 20.83 ટકા મતદાન થયું છે.

    ત્યારે આણંદમાં 20.38 ટકા, ખેડામાં 19.63 ટકા, પંચમહાલમાં 18.74 ટકા, મહેસાણામાં 20.66, વડોદરામાં 18.77 ટકા મતદાન થયું છે.

    જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદમાં થયું છે. અમદાવાદમાં 11 વાગ્યા સુધીમાં 16.95 ટકા મતદાન જ નોંધાયું હતું.

    ગ્રાફિક્સ
  11. કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણીને 'પરિવર્તન ઉત્સવ' ગણાવ્યો, મતદાનની અપીલ કરી

    મલ્લિકાર્જુન ખડગે

    ગુજરાત વિધાનસભા ચૂટંણીમાં જ્યારે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને મતદાતાઓને મતદાન કરવા માટે અપીલ કરી.

    કૉગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ટ્વીટ કરીને લખ્યું કે "ગુજરાતના દરેક નાગરિકને વિનમ્ર આગ્રહ છે કે આ પરિવર્તન ઉત્સવમાં જરૂર ભાગ લો. આજે મતદાન અવશ્ય કરો. પહેલી વખત મતદાન કરતા યુવા સાથીઓને હાર્દિક અભિનંદન."

    તેમણે વધુમાં લખ્યું, "ચાલો પરિવર્તનના ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈએ. પ્રગતિ માટે મત આપો. સમૃદ્ધિ માટે મત આપો. સમાનતા માટે મત આપો."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. જગદીશ ઠાકોરે ભાજપ પર કેવા આક્ષેપ કર્યા?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે આજે મતદાન કર્યું હતું.

    મતદાન કર્યા બાદ પત્રકારો સાથેની વીતચીતમાં તેમણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

    તેમણે ભાજપ પર મતદારોને ડરાવવાનો આરોપ લગાવ્યો હતો અને સાથે જ ભાજપ અને ચૂંટણીપંચ વચ્ચે સાઠગાંઠ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

    આ દરમિયાન તેમણે ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર બની રહી હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

  13. અમિત શાહે પત્ની અને પુત્ર જય શાહ સાથે મતદાન કર્યું, ફર્સ્ટ ટાઇમ વોટર્સને મતદાનની અપીલ

    અમિત શાહ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનાં પત્ની અને પુત્ર તથા બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ સાથે મતદાન કર્યું.

    તેમણે અમદાવાદના નારણપુરામાં એએમસી સબ-ઝોનલ ઑફિસમાં મતદાન કર્યું.

    મતદાન બાદ અમિત શાહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન છે. સવારથી ખૂબ ઉત્સાહથી મતદાન થઈ રહ્યું છે.

    તેમણે કહ્યું કે, "હું બધાને મતદાન કરવાની અપીલ કરું છું, ખાસ કરીને પ્રથમ વખતના મતદાતાઓ- યુવકો અને યુવતીઓએ મતદાન કરવું જોઈએ."

  14. હાર્દિક પટેલ અને આનંદીબહેન પેટલે મતદાન કર્યું

    હાર્દિક પટેલ
    ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલ

    વીરમગામથી ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલે ચંદ્રનગર પ્રાઇમરી સ્કૂલમાં મતદાન કર્યું.

    2015માં પાટીદાર અનામત આંદોલનથી પ્રકાશમાં આવેલા હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાયા હતા.

    કૉંગ્રેસમાંથી નારાજ થઈને તેઓ ભાજપમાં જોડાયા હતા અને આ વખતની ચૂંટણીમાં તેઓ વીરમગામથી કૉંગ્રેસના સીટિંગ ધારાસભ્ય લાખાભાઈ સામે ચૂંટણી લડી રહ્યા છે.

    સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ હાર્દિક પટેલે કહ્યું કે, "આ ચૂંટણી ગુજરાતનું 20 વર્ષનું ભવિષ્ય નક્કી કરશે. દરેક વોટ ભાજપના પક્ષમાં જઈ રહ્યો છે. અમે 150 બેઠકોથી સરકાર બનાવીશું."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    પાટીદાર અનામત આંદોલનથી જેમની સરકાર હચમચી ગઈ હતી તે પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે અમદાવાદમાં શીલજ અનુપમ સ્કૂલમાં મતદાન કર્યું.

    ઉત્તર પ્રદેશનાં ગવર્નર આનંદીબહેન પટેલે પાટીદાર અનામત આંદોલન બાદ રાજીનામું આપ્યું હતું.

  15. શંકરસિંહ વાઘેલાએ 'ભાજપની 27 વર્ષની સત્તામાં પરિવર્તન' અંગે શું કહ્યું?

    ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે, "બીજા તબક્કાના મતદાનમાં ઓબીસી બહુમતીની વિધાનસભા બેઠકો પર મતદાન છે. કૉંગ્રેસે મુખ્ય મંત્રીપદ માટે ઓબીસી ઉમેદવારની વાત કરીને પોતાનું પત્તું રમ્યું છે, એટલે મને લાગે છે કે મધ્ય અને ઉત્તર ગુજરાત અને આ વિસ્તારમાં કૉંગ્રેસને મત મળશે. મને ભાજપની 27 વર્ષની સત્તામાં પરિવર્તન દેખાઈ રહ્યું છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  16. વડા પ્રધાન મોદીએ મતદાન બાદ કહ્યું, 'ગુજરાતીઓ સાંભળે બધાનું, તે સત્યને જ સ્વીકારે'

    નરેન્દ્ર મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપની નિશાન પબ્લિક સ્કૂલમાં મતદાન કર્યા બાદ કહ્યું કે 'હું ચૂંટણીપંચને હૃદયથી અભિનંદન પાઠવું છું.'

    "ગુજરાતના મતદારોનો ખૂબખૂબ આભાર માનું છું. ખૂબ આન,બાન શાનથી લોકશાહીના પર્વમાં ભાગ લીધો. ખૂબ ઉત્તમ પ્રકારે ચર્ચાઓ કરી છે. ગુજરાતના લોકો નીર, ક્ષીર, વિવેક છે એ સાંભળે બધાનું અને સત્યને જ સ્વીકારે છે. આજે લોકો ભારે સંખ્યામાં મતદાન કરી રહ્યા છે. ગુજરાતના મતદાતાઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ."

    "હું લોકતંત્રના ઉત્સવ માટે ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના નાગરિકોનો હૃદયથી આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું."

    "હું લોકશાહીના ઉત્સવ માટે દેશના નાગરિકોને હૃદયથી અભિનંદન પાઠવું છું. હું ચૂંટણીપંચને પણ હૃદયથી અભિનંદન પાઠવું છું કે તેમણે બહુ સરસ રીતે સમગ્ર વિશ્વમાં શાનદાર રીતે ભારતના લોકતંત્રની પ્રતિષ્ઠા વધે એ રીતે ચૂંટણીનું સંચાલન કરવાની એક મહાન પરંપરા વિકસિત કરી છે. તેનું ઉત્તમ ઉદાહરણ આ ચૂંટણીમાં જોવા મળ્યું."

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિપૂર્ણ ચૂંટણીની પ્રક્રિયાનું સંચાલન કરવા માટે ચૂંટણીપંચનો આભાર વ્યક્ત કર્યો.

    મતદાન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પગપાળા ચાલીને લોકોનું અભિવાદન ઝીલ્યું અને ત્યાર બાદ મીડિયા સાથે વાત કરી હતી.

  17. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં મતદાન કર્યું

    ભૂપેન્દ્ર પટેલ

    ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની શીલજ અનુપમ સ્કૂલમાં મતદાન કર્યું હતું.

    તેઓ ઘાટલોડિયાથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કૉંગ્રેસનાં અમીબહેન યાજ્ઞિક ચૂંટણીમેદાને છે.

    ઘાટલોડિયા અમદાવાદમાં છે અને પાટીદાર તથા રબારી સમુદાયનો દબદબો છે.

    ઘાટલોડિયા ગાંધીનગર લોકસભા બેઠક હેઠળ આવે છે. ગાંધીનગર ભાજપનો ગઢ રહ્યું છે.

    2012માં પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે એક લાખથી વધારે વોટથી કૉંગ્રેસના રમેશ પટેલને હરાવ્યા હતા. આનંદીબહેન પટેલને 74.1 ટકા મત મળ્યા હતા.

    2017માં ભૂપેન્દ્ર પટેલે કૉંગ્રેસના શક્તિકાંત પટેલને વધુ મોટા માર્જિનથી હરાવ્યા હતા.

    તેમને 1.75 લાખથી વધારે મત મળ્યા હતા. તેઓ સૌથી વધારે મોટા માર્જિનથી જીતનાર ઉમેદવાર બન્યા હતા.

  18. બ્રેકિંગ, 9 વાગ્યા સુધીમાં 4.75 ટકા મતદાન

    મતદાન

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.

    'વોટર ટર્નઆઉટ'ના જણાવ્યા અનુસાર નવ વાગ્યા સુધીમાં 4.75 ટકા મતદાન થયું છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેના માટે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) સહિત 61 રાજકીય પક્ષોમાંથી 833 ઉમેદવારો મેદાનમાં છે.

    પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે યોજાયું હતું.પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થયું હતું.

    ગ્રાફિક્સ
  19. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપમાં મતદાન કર્યું

    મોદી મતદાન

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં નિશાન પબ્લિક સ્કૂલમાં મતદાન કર્યું.

    મતદાનમથક સુધી વડા પ્રધાન મોદી થોડે દૂર સુધી પગપાળા ચાલતા લોકોનું અભિવાદન કરતા પહોંચ્યા હતા.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  20. ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મતદાન બાદ શું કહ્યું?

    ભરતસિંહ સોલંકી

    ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ બોટાદમાં મતદાન કર્યું.

    તેમણે કહ્યું કે, "કૉંગ્રેસને પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિશાળ જનસમર્થન મળ્યું. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો કે મતદાન માટે લાંબી કતારો છે. આઠ ડિસેમ્બર આવશે એટલે કૉંગ્રેસ બહુમતી સાથે સત્તામાં આવશે."