મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના સ્વાસ્થ્ય પર ભાજપના સવાલ પર શિવસેનાએ કેમ કરવી પડી સ્પષ્ટતા?

મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે અને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે તેમાં ગેરહાજર રહેતા પ્રશ્નો ઊભા થયા છે.

લાઇવ કવરેજ

  1. જ્યારે બેબી હાથીને ટાઢ લાગે...

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    તમે ઉનાળામાં જાનવરો માટે પંખા અને કૂલરની વ્યવસ્થા તો પ્રાણીસંગ્રહાલયમાં જોઈ હશે પણ શિયાળામાં ઠંડી વધે ત્યારે?

    શિયાળાની ટાઢ વધી રહી છે ત્યારે આસામના કાઝીરંગામાં સેન્ટર ફૉર વાઇલ્ડલાઇફ રિહૅબિલિટેશન ઍન્ડ કન્ઝર્વેશનમાં હાથીનાં બચ્ચાંને ઠંડીથી બચાવવા માટે બ્લૅન્કેટ ઓઢાડવામાં આવ્યા.

    સ્રોત- ANI

  2. બે પુરુષોએ નવ વર્ષની મિત્રતા બાદ જ્યારે લગ્ન કર્યાં, પરિવારજનોએ શું કહ્યું?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  3. કોરોના રસીનો ચોથો ડોઝ આપનાર પહેલો દેશ બનશે ઇઝરાયલ

    કોરોના વાઇરસ

    ઇઝરાયલે કહ્યું કે ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમણની નવી લહેરના કારણે તેમની યોજના વિશ્વનો એવો પ્રથમ દેશ બનવાની છે જ્યાં નાગરિકોને કોરોના રસીનો ચોથો ડોઝ આપવામાં આવશે.

    ઇઝરાયલના આરોગ્યલક્ષી તજજ્ઞોએ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તથા સ્વાસ્થ્યકર્મીઓ માટે ચોથા બુસ્ટર ડોઝની ભલામણ કરી છે.

    વડા પ્રધાન નફ્ટાલી બૅનેટે આ ભલામણને સ્વીકારીને અધિકારીઓને તેની તૈયારી કરવા કહ્યું છે.

    આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે મંગળવારના રોજ ઓમિક્રૉન વૅરિયન્ટના કારણે ઇઝરાયલમાં પહેલું મૃત્યુ નોંધાયું છે.

    સ્વાસ્થ્ય-મંત્રાલયે જણાવ્યું કે ઇઝરાયલમાં ઓમિક્રૉન વૅરિયન્ટના 340 કેસ નોંધાયા છે.

    જોકે, વડા પ્રધાન-કાર્યાલાય તરફથી બીબીસીને જણાવવામાં આવ્યું હતું કે તેમને આશા છે કે પ્રશાસન દ્વારા રસીનો ત્રીજો ડોઝ મેળવનારા લોકોને ઓછામાં ઓછા ચાર મહિના પછી ચોથો ડોઝ લેવાની અનુમતિ આપવામાં આવશે.

  4. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર આપનું સ્વાગત છે. અહીં આપને દિવસના તમામ મોટા સમાચારો અને અપડેટ રજૂ કરવામાં આવશે.