સ્થાનિકસ્વરાજની ચૂંટણીપરિણામ : ભાજપનો ભવ્ય વિજય, કૉંગ્રેસની હાર બાદ દિગ્ગજોનાં રાજીનામાં

ગુજરાતમાં 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની બેઠકોમાં ભાજપ મોટા વિજય તરફ, જ્યારે કૉંગ્રેસના નેતાઓના ગઢમાં જ 'ગાબડાં' પડ્યાં

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, આપની ઍન્ટ્રી, જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં કુલ 46 બેઠકો

    મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં નોંધપાત્ર દેખાવ કર્યા બાદ 'સ્થાનિસ્વરાજ ચૂંટણી 2.0'ના ચૂંટણીપરિણામથી પાર્ટીમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

    પાર્ટીનો દાવો છે કે તેણે નગરપાલિકામાં 22, જિલ્લા પંચાયતમાં છ તથા તાલુકા પંચાયતમાં 18 બેઠક જીતી છે.

    જોકે, ચૂંટણીપંચની સત્તાવાર વેબસાઇટ હાલ આ સંખ્યા ઓછી દર્શાવે છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  2. બ્રેકિંગ, જિલ્લા પંચાયતોમાં કૉંગ્રેસનું ધોવાણ, ક્યાં ક્યાં નથી ખોલાવી શકી ખાતું?

    છ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ ભાજપ મોટા વિજય તરફ આગળ વધી રહ્યો છે.

    2015માં મહાનગરપાલિકાઓમાં હાર બાદ પણ કૉંગ્રેસે જિલ્લા-તાલુકાઓ અને નગરપાલિકાઓમાં સારો દેખાવ કર્યો હતો પરંતુ આ વખતે મતદારોએ મિજાજ બદલ્યો છે. નવી આવેલી આમ આદમી પાર્ટીને બેઠકો મળી રહી છે અને કૉંગ્રેસ બપોર 12.30 સુધીમાં અમદાવાદ જિલ્લા પંચાયતની બેઠકોમાં વિજય ખાતું ખોલાવી શકી નથી.

    જુઓ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યનો વીડિયો અહેવાલ

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  3. બપોરે 12.35 કલાકની સ્થિતિ

    નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 654, કૉંગ્રેસે 133, અપક્ષે 37, આપે એક તથા અન્યોએ છ બેઠક ઉપર વિજય મેળવ્યો છે.

    જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 213, કૉંગ્રેસે 45 તથા અપક્ષ-આપ અને બસપાએ એક-એક બેઠક ઉપર વિજય મેળવ્યો છે.

    તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 958, કૉંગ્રેસે 355, અપક્ષે 21, આપે 10 તથા બસપાએ ત્રણ બેઠક ઉપર વિજય મેળવ્યો છે.

    અમદાવાદમાં ભાજપની ઉજવણી
  4. બ્રેકિંગ, નગરપાલિકામાં ભાજપ 493 બેઠક પર વિજયી, કૉંગ્રેસને 106 બેઠક

    12.10 કલાકની સ્થિતિ પ્રમાણે નગરપાલિકામાં ભાજપને 493, કૉંગ્રેસને 106, અપક્ષને 26, અન્યોને ત્રણ તથા આપને એક બેઠક મળી છે.

    જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 153, કૉંગ્રેસે 33, અપક્ષ-આપ તથા બસપાએ એક-એક બેઠક ઉપર વિજય મેળવ્યો છે.

    તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 712, કૉંગ્રેસે 246, અપક્ષે 17, આપે સાત અને બસપાએ ત્રણ બેઠક ઉપર વિજય મેળવ્યો છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. બ્રેકિંગ, 'શ્રીકમલમ્' ખાતે વિજય મહોત્સવ

    મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં વિજય બાદ સ્થાનિસ્વરાજ ચૂંટણીના બીજા રાઉન્ડમાં નગરપાલિકા, જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ પ્રારંભિક પરિણામો તથા વલણમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ભાજપના કાર્યકરોમાં જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    ગુજરાતના પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' (કોબા, ગાંધીનગર) ખાતે ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ એકઠાં થઈને જીતની ઊજવણી કરી રહ્યાં છે.

    મળતી માહિતી પ્રમાણે, બપોરે દોઢ કલાકે 'શ્રી કમલમ્' ખાતે વિજય મહોત્સવ ઉજવાશે.

    જેમાં ગુજરાત મુખ્ય મંત્રી વિજયભાઈ રુપાણી તથા ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટીલ સહિત મંત્રી, પદાધિકારીઓ તથા ધારાસભ્યો જીતની ઊજવણી કરવા માટે એકઠા થશે.

    ભાજપના વિજેતા ઉમેદવાર
  6. બ્રેકિંગ, મહાનગરોની જિલ્લા પંચાયતમાં શું છે સ્થિતિ?

    સવારે 11.50 કલાકે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં (ભાજપને ત્રણ, કૉંગ્રેસને બે), અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપને 12 બેઠક ઉપર વિજય મળ્યો છે તથા કૉંગ્રેસ ખાતું ખોલાવી નથી શકી.

    રાજકોટ જિલ્લા પંચાયતમાં (ભાજપ-7, કૉંગ્રેસ-4), જામનગર જિલ્લા પંચાયત (ભાજપ-4, કૉંગ્રેસ-1), મહેસાણા જિલ્લા પંચાયત (ભાજપ- 5, કૉંગ્રેસ-0), જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપ-5 અને કૉંગ્રેસે 4 બેઠક જીતી છે.

    વડોદરામાં જાહેર થયેલ તમામ છ બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે.

    અમદાવાદમાં ભાજપના વિજેતા ઉમેદવારની ઉજવણી
  7. બ્રેકિંગ, સવારે 11.35 કલાકની સ્થિતિ

    મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં વિજય બાદ બાદ નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે તેનો પ્રારંભિક દબદબો જાળવી રાખ્યો છે.

    નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 300નો આંક વટાવી દીધો છે, પાર્ટીએ 305 બેઠક જીતી છે. કૉંગ્રેસ 79, અપક્ષે 19, આપે એક તથા અન્યોએ ત્રણ બેઠક જીતી છે.

    જિલ્લા પંચાયતમાં ભાજપે 100નો આંક પાર (102 બેઠક) કર્યો છે.

    કૉંગ્રેસે 23 તથા બસપાએ એક બેઠક જીતી છે. અપક્ષ તથા અન્ય હજુ સુધી ખાતું નથી ખોલાવી શક્યા.

    તાલુકા પંચાયતમાં ભાજપે 530, કૉંગ્રેસે 182, અપક્ષે 14, આપે સાત તથા બસપાએ ત્રણ બેઠક જીતી છે.

    રાજકોટમાં ભાજપના ઉમેદવારની જીત બાદની તસવીર
  8. બ્રેકિંગ, સવારે 11.35 કલાકની સ્થિતિ મુજબ ભાજપનો દબદબો યથાવત્

    મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં વિજય બાદ બાદ નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે તેનો પ્રારંભિક દબદબો જાળવી રાખ્યો છે.

    નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 300નો આંક વટાવી દીધો છે, પાર્ટીએ 305 બેઠક જીતી છે. કૉંગ્રેસ 79, અપક્ષે 19, આપે એક તથા અન્યોએ ત્રણ બેઠક જીતી છે.

    જિલ્લા પંચાયતમાં ભાજપે 100નો આંક પાર (102 બેઠક) કર્યો છે. કૉંગ્રેસે 23 તથા બસપાએ એક બેઠક જીતી છે. અપક્ષ તથા અન્ય હજુ સુધી ખાતું નથી ખોલાવી શક્યા.

    તાલુકા પંચાયતમાં ભાજપે 530, કૉંગ્રેસે 182, અપક્ષે 14, આપે સાત તથા બસપાએ ત્રણ બેઠક જીતી છે.

  9. ગુજરાતનું આ વખતનું બજેટ સત્ર કેટલું અલગ છે?

    ગુજરાતના બજેટસત્રમાં બ્રૅક સોમવારથી ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે રાજ્યપાલ દેવવ્રત આચાર્યનું ભાષણ થયું હતું. જેમાં તેમણે કોરોના વૉરિયર્સને બિરદાવ્યા હતા તથા મૃતકોને અંજલિ પાઠવી હતી. આ સિવાય પૂર્વ મુખ્ય મંત્રીઓ માધવસિંહ સોલંકી તથા કેશુભાઈ પટેલ સહિત ગત વિધાનસભા સત્ર બાદ મૃત્યુ પામનાર પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપીને કાર્યવાહીને મોકૂફ રાખવામાં આવી હતી. મંગળવારે નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતના પરિણામોની વચ્ચે ગૃહ નહીં બેસે. આ વખતે પ્રથમ વખત પેપરલૅસ બજેટ રજૂ થશે અને ગુજરાત બજેટની ઍપ્લિકેશન ઉપર નાગરિકો બજેટસંબંધિત માહિતી મેળવી શકશે. ત્યારે જાણો ગુજરાતનું આ વખતનું બજેટ અગાઉ કરતાં કેટલું અલગ છે. વાંચો અહીં

    ગુજરાત વિધાનસભા
  10. વિવિધ જિલ્લાની નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં શું સ્થિતિ છે?

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિવિધ જિલ્લાની નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં શું સ્થિતિ છે? જુઓ આ વિશેષ અહેવાલ

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. સવારે 11 કલાક સુધીમાં રાજકીય પક્ષોએ કેટલી સીટ જીતી?

    સવારે 11 કલાકની સ્થિતિ પ્રમાણે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 195, કૉંગ્રેસને 53, અપક્ષને ચાર, આપને એક તથા અન્યોને એક બેઠક મળી છે.

    જિલ્લા પંચાયતમાં ભાજપને 67, કૉંગ્રેસને 14 બેઠક મળી છે. અપક્ષ, આપ કે અન્ય હજુ સુધી ખાતું ખોલાવી નથી શક્યા.

    તાલુકા પંચાયતમાં ભાજપને 358, કૉંગ્રેસને 92, અપક્ષ-આપને ચાર-ચાર તથા બસપાને ત્રણ બેઠક મળી છે.

    રાજકોટના વિજેતા ઉમેદવાર
    ઇમેજ કૅપ્શન, રાજકોટના વિજેતા ઉમેદવાર
  12. બ્રેકિંગ, ગુજરાતમાં 'લવજેહાદ' સામે કાયદો આવશે : ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા

    ગુજરાતમાં 'લવજેહાદ' સામે કાયદો આવશે ગુજરાતની ભાજપ સરકાર વિધાનસભાના ચાલુસત્ર દરમિયાન કથિત 'લવજેહાદ' સામે કાયદો લાવશે.

    રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાના કહેવા પ્રમાણે, સુધારા સાથેનું ધર્મસ્વાતંત્ર્ય બિલ રજૂ કરાશે. ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ પ્રમાણે, જાડેજાએ કહ્યું, "આ બિલનો હેતુ લવજેહાદના દૂષણને ડામવાનો છે. જે લોકો નામ બદલીને હિંદુ છોકરીઓની સાથે લગ્ન કરે છે, તેમને સજા થશે."

    સ્થાનિકસ્વરાજની ચૂંટણીના પ્રચાર સમયે મુખ્ય મંત્રી વિજય રુપાણીએ જાહેરસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે ગુજરાત સરકાર 'લવજેહાદ' સામે કાયદો લાવશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  13. તાલુકાઓમાં પણ ભાજપોનો દબદબો, આપને ત્રણ બેઠક

    ગુજરાતમાં તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો અને વલણોમાં ભાજપ આગળ છે. આમ આદમી પાર્ટીએ ત્રણ બેઠક જીતી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. બ્રેકિંગ, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 10.30 વાગ્યા સુધીમાં ભારતીય જનતા પાર્ટી આગળ

    મહાનગરપાલિકામાં જીત બાદ જિલ્લા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. વલણ અને પરિણામો બાદ ભાજપ 40 બેઠકો અને કૉંગ્રેસ 7 બેઠકો પર જીત/વલણ પર છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  15. બ્રેકિંગ, સાણંદ તાલુકા પંચાયતના મતગણતરી કેન્દ્ર પર શું છે માહોલ

    છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના વિજય પછી આજે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે.

    અમદાવાદને અડીને આવેલી સાણંદ તાલુકા પંચાયત ખૂબ મહત્ત્વની ગણાય છે અને આ વિસ્તાર નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રી તરીકેના શાસનમાં નેનો પ્લાન્ટને કારણે ચર્ચામાં આવ્યો હતો.

    બીબીસી સંવાદદાતા સાગર પટેલ સાણંદ તાલુકા પંચાયતના મતગણતરી કેન્દ્ર પરનો માહોલ જણાવે છે.

  16. બ્રેકિંગ, નગરપાલિકાની ચૂંટણીમાં આપે ખોલાવ્યું ખાતું

    સવારે 10 કલાક વાગ્યા સુધીમાં નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ એક બેઠક જીતીને ખાતું ખોલાવ્યું છે.

    જ્યારે ભાજપે કુલ 109, કૉંગ્રેસે 12, અપક્ષે એક તથા આપે એક બેઠક ઉપર વિજય મેળવ્યો છે.

    જિલ્લા પંચાયતની બેઠકોમાં 28 તથા કૉંગ્રેસે બે બેઠક ઉપર વિજય મેળવ્યો છે.

    તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 146, કૉંગ્રેસે 16, અપક્ષે બે તથા બસપા-આપે એક-એક બેઠક ઉપર વિજય મેળવ્યો છે.

    ગોપાલ ઇટાલિયા
  17. વડોદરા જિલ્લામાં 11 સ્થળોએ મતગણતરી

    વડોદરા જિલ્લામાં 11 જુદાં જુદાં સ્થળોએ મતગણતરી થઈ રહી છે. 1334 કર્મચારીઓ મતગણતરીમાં ફરજ બજાવશે. પાદરા, સાવલી અને ડભોઇ નગરપાલિકાની ગણતરી શરૂ.

    આજે વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકોનો ફેંસલો થશે અને 8 તાલુકા પંચાયતોની 167 બેઠકોનું પણ પરિણામ આવશે, 3 નગરપાલિકાઓની 83 બેઠકોનો પણ નિર્ણય થશે.

    વડોદરા જિલ્લા, તાલુકા પંચાયતની ગણતરી દશરથ ખાતે થશે. વડોદરા તા.પં.ની 28 પૈકી 27 બેઠકો પર થયું હતું મતદાન. પોર બેઠક અગાઉથી બિનહરીફ જાહેર થઈ હતી

    વડોદરા જિલ્લા અને તાલુકા પંચાયતમાં સરેરાશ 69.07 મતદાન થયું હતું.

    પ્રતીકાત્મક તસવીર
  18. આયેશાના પતિની રાજસ્થાનના પાલીથી ધરપકડ, અમદાવાદ લવાશે

  19. બ્રેકિંગ, સવારે 9.35 કલાકની સ્થિતિ પ્રમાણે ભાજપ આગળ, કૉંગ્રેસ પાછળ

    તાલુકા પંચાયતની ચૂંટણીમાં પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. ભાજપે અમદાવાદ, રાજકોટ, ગીરસોમનાથ અને ખેડા સહિત સાત જિલ્લા હેઠળની સાત તાલુકા પંચાયત બેઠકો જીતી છે.

    કૉંગ્રેસે ચાર બેઠક ઉપર ખાતું ખોલાવ્યું છે.

    નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 92, કૉંગ્રેસના બે તથા અપક્ષના એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.

    જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 25 બેઠક નિર્વિરોધ જીતી છે.

    પ્રતીકાત્મક તસવીર
  20. બ્રેકિંગ, જ્યાં છોટુભાઈ વસાવા અને ઔવેસીનું ગઠબંધન છે એ ભરૂચમાં શું છે સ્થિતિ?

    ગુજરાતમાં ઔવેસીની પાર્ટીએ છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે જોડાણ કર્યું છે અને ભરૂચમાં કૉંગ્રેસના મોટા નેતા અહમદ પટેલનું અવસાન થયું છે ત્યારે અહીં ચૂંટણીમાં નવા સમીકરણો છે. બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા ભરૂચથી