ગુજરાતમાં નગરપાલિકામાં 55.17%, જિલ્લા પંચાયતમાં 62.72% અને તાલુકા પંચાયતમાં 63.51% મતદાન

તમામ મતદાનમથકો ઉપર વી.વી.પી.એ.ટી. વગર ઈ.વી.એમ. દ્વારા મતદાન, 2 માર્ચે પરિણામ જાહેર થશે.

લાઇવ કવરેજ

  1. 'મન કી બાત' થઈ 'જૉબ કી બાત' ક્યારે?

    વડા પ્રધાન @narendramodi આજે #MannKiBaat કરવાના છે, ત્યારે સવારથી જ ટ્વીટર પર #JobKiBaat ટ્રૅન્ડ કરી રહ્યું છે, તમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કયા મુદ્દે વાત કરવા કહેવા માગશો?

  2. તાલુકા પંચાયતની ચૂંટણીની ખાસ વાતો

    231 તાલુકાપંચાયતમાં ચાર હજાર 774 વૉર્ડ માટે ચૂંટણી થઈ રહી છે. જેમાંથી અનુસૂચિત જાતિ માટે 344 (જેમાંથી મહિલાઓ માટે 172), અનુસૂચિત જનજાતિ માટે એક હજાર 232 (જેમાંથી મહિલાઓ માટે 633), સામાજિક, આર્થિક અને શૈક્ષણિક માટે 463 (જેમાંથી મહિલાઓ માટે 232) તથા સામાન્ય વર્ગની મહિલાઓ માટે 1385 બેઠક અનામત રાખવામાં આવી છે.

    વૉર્ડસંખ્યાની દૃષ્ટિએ 238 બેઠક (નવ તાલુકા પંચાયત) સાથે દાહોદ સૌથી મોટો જિલ્લો છે.

    વૉર્ડસંખ્યાની દૃષ્ટિએ 48 બેઠક (ત્રણ તાલુકા પંચાયત) ડાંગ સૌથી નાનો જિલ્લો છે.

    તાલુકા પંચાયતની સંખ્યાની દૃષ્ટિએ અમરેલી (11) જિલ્લો સૌથી મોટો છે.

    તાલુકા પંચાયતની સૌથી ઓછી સંખ્યા (ત્રણ) ડાંગ, પોરબંદર અને ગાંધીનગર જિલ્લામાં છે.

    ગોધરામાં કેશરી સર્કલમાં આવેલ મતદાનમથક બહાર મતદારોની લાઈન
    ઇમેજ કૅપ્શન, ગોધરામાં કેશરી સર્કલમાં આવેલ મતદાનમથક બહાર મતદારોની લાઈન
  3. બ્રેકિંગ, જિલ્લા પંચાયતની ચૂંટણીની ખાસ વાતો

    31 જિલ્લા પંચાયતની કુલ 980 બેઠકમાં 63 બેઠક અનુસૂચિત જાતિ (31 મહિલાઓ માટે અનામત), 260 બેઠક અનુસૂચિત જનજાતિ (131 મહિલાઓ માટે અનામત), સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓ માટે 96 (48 મહિલાઓ માટે અનામત) માટે અનામત છે. આ સિવાય સામાન્યવર્ગની મહિલાઓ માટે 278 બેઠક અનામત છે, જ્યારે 285 બેઠકો બિનઅનામત છે.

    50 બેઠક સાથે દાહોદની જિલ્લાપંચાયત સૌથી મોટી છે.

    18-18 બેઠક સાથે પોરબંદર અને ડાંગની જિલ્લા પંચાયતો સૌથી નાની છે.

    11-11 તાલુકા પંચાયત સાથે અમરેલી અને રાજકોટ સૌથી મોટા જિલ્લા છે.

    મતદાનમથકે મતદારો
  4. બ્રેકિંગ, નગરપાલિકાની ચૂંટણીઓ કેમ છે મહત્ત્વની?

    81 નગરપાલિકાના 680 વૉર્ડની બે હજાર 720 બેઠક ઉપર ચૂંટણી યોજાશે. જેમાંથી અનુસૂચિત જાતિ માટે 185 (જેમાંથી મહિલાઓ માટે 113), અનુસૂચિત જનજાતિ માટે 107 (જેમાંથી મહિલાઓ માટે 66), સામાજિક-આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 269 (જેમાંથી મહિલાઓ માટે 142) અને સામાન્ય વર્ગની મહિલાઓ માટે 1039 બેઠક અનામત રાખવામાં આવી છે.

    આણંદ જિલ્લામાં સૌથી વધુ છ (આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ અને સોજિત્રા) નગરપાલિકામાં ચૂંટણી યોજાશે

    દાહોદ (દાહોદ), જામનગર (સિક્કા), જૂનાગઢ (કેશોદ), નર્મદા (રાજપીપળા), પોરબંદર (પોરબંદર-છૈય્યા), રાજકોટ (ગોંડલ), તાપી (વ્યારા), વલસાડ (ઉંમરગામ) જિલ્લામાં એક-એક નગરપાલિકાની ચૂંટણી યોજાશે

    વૉર્ડસંખ્યાની દૃષ્ટિએ (39) આણંદ જિલ્લો સૌથી મોટો, અહીં 212 બેઠક ઉપર મતદાન થશે

    વૉર્ડસંખ્યાની દૃષ્ટિએ જામનગર (સિક્કા), નર્મદા (રાજપીપળા), તાપી (વ્યારા) અને વલસાડ (ઉંમરગામ) સૌથી નાના જિલ્લા. દરેકમાં સાત-સાત બેઠક ઉપર મતદાન યોજાશે.

    13 વૉર્ડ સાથે સંખ્યાની દૃષ્ટિએ આણંદ જિલ્લાની આણંદ, કચ્છ જિલ્લાની ગાંધીધામ, ખેડા જિલ્લાની નડિયાદ, મોરબી જિલ્લાની મોરબી, પોરબંદર જિલ્લાની પોરબંદર-છૈય્યા, સુરેન્દ્રનગર જિલ્લાની સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાઓ સૌથી મોટી.

    છ વૉર્ડ સાથે સંખ્યાની દૃષ્ટિએ અમદાવાદ જિલ્લાની બારેજા, અમરેલી જિલ્લાની બાબરા અને દામનગર, આણંદ જિલ્લાની સોજિત્રા, અરવલ્લી જિલ્લાની બાયડ, બનાસકાંઠા જિલ્લાની ભાભર, ભરૂચ જિલ્લાની આમોદ, ભાવનગર જિલ્લાની વલ્લભીપુર, બોટાદ જિલ્લાની બરવાળા, દેવભૂમિ દ્વારકા જિલ્લાની જામરાવળ, ગીર-સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા અને તલાળા, ખેડા જિલ્લાની કણજારી, કઠલાલ તથા ઠસારા, મોરબી જિલ્લાની માળિયા-મિયાણા, નવસારી જિલ્લાની ગણદેવી, પંચમહાલ જિલ્લાની સેહરા, સાબરકાંઠા જિલ્લાની વડાલી સુરેન્દ્રનગર જિલ્લા

    રાજકોટમાં રોણકી ગામમાં મતદાન મથકે એક મહિલા
    ઇમેજ કૅપ્શન, રાજકોટમાં રોણકી ગામમાં મતદાન મથકે એક મહિલા
  5. બ્રેકિંગ, મતદાન શરૂ, ગોધરામાં મતદારોની લાંબી લાઇન લાગી

    રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત ઉપર મતદાન શરૂ થઈ ગયું છે.

    ગોધરામાં મતદારો ઉત્સાહમાં છે અને બીબીસીના સહયોગી દક્ષેશ શાહ જણાવે છે કે અનેક મતદાનમથકે સવારથી લાંબી લાઇન જોવા મળી રહી છે.

    નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકાપંચાયતોની આ ચૂંટણીઓ અગાઉ નવેમ્બર 2020માં યોજાનાર હતી, પણ કોરોના વાઇરસના સંક્રમણના પગલે ચૂંટણીઓને ત્રણ મહિના માટે પાછળ ઠેલવવામાં આવી હતી.

    મહામારીને સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણીઓમાં મતદાન અને મતગણતરી અંગે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

    તમામ મતદાન મથકો ઉપર વી.વી.પી.એ.ટી. વગર ઈ.વી.એમ. દ્વારા મતદાન થશે છે.

    નવેમ્બર-2015માં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કૉંગ્રેસનો દબદબો રહ્યો હતો અને ભાજપ બીજા ક્રમે ધકેલાઈ ગયો હતો. જોકે, આ આ વખતે આ મતદાન મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ થઈ રહ્યું છે.

    ગોધરામાં મતદારોની લાંબી લાઇન લાગી
    ઇમેજ કૅપ્શન, ગોધરામાં મતદારોની લાંબી લાઇન લાગી
  6. નમસ્કાર, બીબીસી ગુજરાતીના લાઇવ પેજ પર આપનું સ્વાગત છે. અહીં અમે આપને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી લઈ દેશ અને દુનિયાના મહત્ત્વના સમાચારોથી વાકેફ કરાવીશું. જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.