વિજય રૂપાણી સામે મતદાન માટે સરકારી હેલિકૉપ્ટરના દુરુપયોગની ફરિયાદ, રાજ્યમાં 41.75 ટકા સરેરાશ મતદાન

છ મહાનગરપાલિકાઓની કુલ 575 બેઠકો માટે મતદાન, જેમાં ભાવનગરની 52, જામનગરની 64, સુરતની 120, અમદાવાદની 191, વડોદરાની 76, રાજકોટની 72 બેઠકો સામેલ છે.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, વિજય રૂપાણી સામે મતદાન માટે સરકારી હેલિકૉપ્ટરના દુરુપયોગની ફરિયાદ

    ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આજે ઍર એમ્બુલન્સ દ્વારા અમદાવાદથી રાજકોટ જઈને મતદાન કર્યું હતું.

    અગાઉ તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો અને તેઓ અમદાવાદમાં સારવાર હેઠળ હતા. આજે તેમનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો અને તેઓ સાંજે મતદાન કરવા માટે રાજકોટ ગયા હતા.

    વિપક્ષ કૉંગ્રેસે મુખ્ય મંત્રીએ મતદાન માટે સરકારી હેલિકૉપ્ટરનો ખોટી રીતે ઉપયોગ કર્યો હોવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો છે.

    ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિની અખબારી યાદી મુજબ કૉંગ્રેસે મુખ્ય ચૂંટણીઅધિકારીને પત્ર લખી મુખ્ય મંત્રીના આ પ્રવાસનો ખર્ચ અંગત ગણી તેમની પાસેથી વસૂલવા અને તેને સરકારી તિજોરીમાં જમા કરાવવાની માગણી કરી છે.

    કૉંગ્રેસે કહ્યું કે, મતદાર તરીકે મતદાન કરવું તે સરકારી કામગીરીનો ભાગ નથી. ગુજરાત સરકાર પર મોટું આર્થિક ભારણ છે. મુખ્ય મંત્રીએ સરકારી હેલિકૉપ્ટરનો અંગત મતદાન માટે ઉપયોગ કર્યો છે. ન્યાયિક ચૂંટણીપ્રક્રિયા મુજબ સરકારી સંપત્તિનો દુરુપયોગ ન થાય તે જોવાની ચૂંટણીપંચની ફરજ છે.

    કૉંગ્રેસે મુંખ્ય મંત્રીએ સરકારી સંપત્તિનો દુરુપયોગ કર્યો હોવાની ફરિયાદ નોંધવા અને તેનો ખર્ચ વસૂલી સરકારી તિજોરીમાં જમા કરાવવાની માગ કરી છે.

    વિજય રૂપાણીએ આજે ઍર એમ્બુલન્સમા દ્વારા અમદાવાદથી રાજકોટ જઈને મતદાન કર્યું હતું.
    ઇમેજ કૅપ્શન, વિજય રૂપાણીએ આજે ઍર એમ્બુલન્સમા દ્વારા અમદાવાદથી રાજકોટ જઈને મતદાન કર્યું હતું.
  2. બ્રેકિંગ, દિગ્ગજ નેતાઓના ગઢમાં કેટલું થયું મતદાન?

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ 41. 75 ટકા મતદાન થયું છે. અમદાવાદમાં સરેરાશ મતદાન 38.73 ટકા, રાજકોટ 45.74 ટકા, સુરત 42.72 ટકા, વડોદરા 42.82 ટકા, ભાવનગર 43.66 ટકા છે તો જામનગર 49.64 ટકા મતદાન થયું છે.

    આ મતદાન 2015ની ચૂંટણીઓ કરતાં ઓછું છે અને ગુજરાતમાં નાગરિકોએ મતદાન કરવામાં ઉત્સાહ નથી દાખવ્યો. ગૃહમંત્રી અમિત શાહથી મુખ્ય મંત્રી વિજય રૂપાણી સુધી અનેક નેતાઓએ મતદાનની અપીલ કરી હતી ત્યારે દિગ્ગજો નેતાઓના પોતાના મતવિસ્તારમાં કેટલું મતદાન થયું?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  3. બ્રેકિંગ, અમિત શાહના ગઢ નારણપુરામાં ફક્ત 31 ટકા મતદાન, રાજ્યમાં 41.75 ટકા સરેરાશ મતદાન

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને સરેરાશ 41. 75 ટકા મતદાન થયું છે. સાંજે છ વાગ્યા સુધીમાં અમદાવાદમાં સરેરાશ મતદાન 38.73 ટકા, રાજકોટ 45.74 ટકા, સુરત 42.72 ટકા, વડોદરા 42.82 ટકા, ભાવનગર 43.66 ટકા છે તો જામનગર 49.64 ટકા મતદાન થયું છે.

    ગૃહમંત્રી અમિત શાહે આજે નારણપુરામાં મતદાન કર્યું હતું અને કહ્યું હતું કે “આજે ભારે સંખ્યામાં ગુજરાતના મતદારો મતદાન કરશે અને અંતે વિજય ભાજપનો થશે.”

    એમણે એમ પણ કહ્યું હતું કે, “આ ચૂંટણી પછી ગુજરાત ભાજપના મજબૂત ગઢ તરીકે પ્રસ્થાપિત થશે.”

    જોકે, અમિત શાહના મતવિસ્તાર અને ભાજપનો ગઢ ગણાતા નારણપુરામાં જ મતદાનની ટકાવારી ફક્ત 31.24 રહી છે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલા સરેરાશ 41 ટકા કરતાં પણ ઓછી છે.ઉલ્લેખનીય છે કે આ આંકડામાં ફેરફાર થઈ શકે છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  4. બ્રેકિંગ, ઈવીએમ ખોટકાવાંથી લઈને આચારસંહિતા ભંગની ફરિયાદો સુધી મહત્ત્વની ઘટનાઓ

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનનો સમય પૂર્ણ થઈ ગયો છે. કોરોનાકાળમાં યોજાયેલી આ ચૂંટણીમાં ખૂબ ઓછું મતદાન જોવા મળ્યું છે.

    આજે મતદાન દરમિયાન ઈવીએમ ખોટકાવાંની તથા આચારસંહિતા ભંગની ઘટનાઓ પણ બની.

    ગુજરાતની છ મહાનગરપાલિકાઓમાં આજે મતદાન દરમિયાન બનેલી મહત્ત્વની ઘટનાઓનું સરવૈયું જુઓ આ વીડિયોમાં.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. બ્રેકિંગ, વિજય રૂપાણીએ રાજકોટમાં કર્યું મતદાન

    ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં વોર્ડ નંબર 10 માટે અનિલ જ્ઞાનમંદિર શાળામાં મતદાન કર્યું છે. અગાઉ તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આજે તેમનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો અને તેઓ સાંજે મતદાન કરશે એવી જાહેરાત કરવામાં આવી હતી.

    રાજકોટથી બીબીસીના સહયોગી બિપિન ટંકારિયાએ જણાવ્યું બૂથ કર્મીઓએ પીપીઈ કિટ પહેરીને મતદાન કરાવડાવ્યું હતું. મુખ્ય મંત્રી માસ્ક અને ફેસ કવર સાથે જોવા મળ્યા હતા.

    વિજય રૂપાણીએ રાજકોટમાં કર્યું મતદાન
  6. , નિરસ મતદાન ગુલામીને નોતરું – પરેશ ધાનાણી

    કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ લોકોને મતદાન કરવા માટે આહ્વાન કર્યું છે. તેમણે કાવ્યાત્મક અંદાજમાં ટ્વીટ કરી મતદાનની અપીલ કરી અને નિરસ મતદાનને ગુલામીને નોતરવા સમાન ગણાવ્યું.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  7. જામનગરમાં સૌથી વધારે તો અમદાવાદમા સૌથી ઓછું મતદાન

    સાંજે સાડા ચાર વાગ્યા સુધીમાં ગુજરાતની છ મહાનગરપાલિકા પૈકી જામનગરમાં સૌથી વધારે તો અમદાવાદમાં સૌથી ઓછું મતદાન જોવા મળ્યું છે. ક્યાં કેટલા ટકા મતદાન થયું? જાણો આ વીડિયોમાં.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  8. બ્રેકિંગ, ધીમા મતદાનથી પાર્ટીઓમાં ફફડાટ, છેલ્લા કલાકોની લડાઈ શરૂ

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં મતદાન ઓછું જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં સરેરાશ મતદાન 20.34 ટકા, રાજકોટ 24.94 ટકા, સુરત 24.70 ટકા, વડોદરા 25.43 ટકા, ભાવનગર 29.90 ટકા છે તો જામનગર 28.05 ટકા મતદાન થયું.

    ચાર વાગ્યા સુધી પણ મોટી સંખ્યામાં મતદારો જોવા નથી મળી રહ્યા અને ઓછા મતદાનને પગલે પાર્ટીઓની ગણતરીઓ ખોરવાઈ શકે છે. છેલ્લા કલાકોમાં બોગસ વોટિંગ ન થાય તે જોવા અને વધારે મતદાન કરાવવા રાજકીય પક્ષો મથી રહ્યા છે.

    મતદાન કરનાર મહિલાઓ
  9. વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ નૅગેટિવ, સાંજે કરશે મતદાન

    મુખ્ય મંત્રી વિજય રૂપાણી કોરોનાથી મુક્ત થયા છે. છ દિવસ પહેલાં મુખ્ય મંત્રીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ દરમિયાન રૂપાણી સાંજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યના માહિતીખાતાના જણાવ્યા અનુસાર ક્વોરૅન્ટીન દરદીઓ-મતદારોની માટેના મતદાન અંગેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીને મુખ્ય મંત્રી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મળતી માહિતી અનુસાર મુખ્ય મંત્રી સાંજે પાંચથી છ વાગ્યા દરમિયાન રાજકોટમાં મતદાન કરશે.

    વિજય રૂપાણી
  10. બ્રેકિંગ, બપોરે 2 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. અમદાવાદમાં આચારસંહિતાના ભંગની ફરિયાદ

    અમદાવાદમાં આચારસંહિતાના ભંગ અંગે 12 વાગ્યા સુધીમાં ત્રણ ફરિયાદ મળી છે. અમદાવાદના કલેક્ટર સંદિપ સાગલેએ બીબીસીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખને સંબંધિત જાણકારી આપી છે. આ ઉપરાંત અમદાવાદમાં 38 ઈવીએમમાં સામાન્ય સમસ્યા સર્જાતા બદલવામાં આવ્યાં હોવાનું તેમણે જણાવ્યું છે.

    અમદાવાદમાં ચૂંટણી
  12. વૃદ્ધ મતદારોની મદદે 'શી' ટીમ

    રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કોરોનાકાળ વચ્ચે લોકો મતદાન કરવા આવી રહ્યા છે.

    આ દરમિયાન વડોદરામાં વૃદ્ધ મતદારોને મતદાનમથક સુધી પહોંચાડવામાં મદદ કરતી પોલીસની 'શી' ટીમ નજરે પડી હતી.

    ગુજરાતમાં મતદાન
  13. બીબીસી ગુજરાતી પર ચૂંટણી સંબંધિત તમામ અપડેટ

    બદલો Instagram કન્ટેન્ટ
    Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    Instagram કન્ટેન્ટ પૂર્ણ

  14. બ્રેકિંગ, ગુજરાતમાં 12 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  15. સુરતમાં કેવો છે માહોલ?

    સુરતમાં 30 વૉર્ડની 120 બેઠકો પર 484 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

    સવારથી જ લોકો મતદાન કરવા મતદાનમથકે પહોંચી રહ્યા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  16. ભારતમાં કોરોનાના નવો ‘સ્ટ્રેન’ જોખમી બની શકે?

    મહાનગરપાલિકાની ચૂંટણીઓ વચ્ચે મહત્ત્વના સમાચાર :

    ભારતમાં કોરોના વાઇસનો નવો પ્રકાર વધુ ચેપી હોવાની એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)ના પ્રમુખે આશંકા વ્યક્ત કરી છે.

    એનડીટીવીના અહેવાલ અનુસાર ભારતમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન વધારે સંક્રામક બની શકે છે. એઇમ્સના પ્રમુખ ડૉ. રણદીપ ગુલેરિયાએ એવી આશંકા જણાવી છે.

    ડૉ. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોના વાઇરસની સામેની હર્ડ ઇમ્યુનિટી બની છે એ એક ભ્રમ છે. કારણ કે આના માટે 80 ટકા લોકોમાં કોરોના વાઇસના ઍન્ટિબોડી બનવા જોઈએ.

    તેમણે વધુમાં કહ્યું હતું કે જો આપણે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેનની વાત કરીએ, જે વધારે સંક્રામક અને ખતરનાક સાબિત બની શકે છે. નવો સ્ટ્રેન એક વખત કોરોના વાઇરસ જેને થઈને મટી ગયો હતો તેને ફરીથી થઈ શકે છે.

    કોરોના વાઇરસ
  17. બ્રેકિંગ, રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર પર હુમલો

    રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર પર હુમલો થતાં માહોલ ગરમાયો હતો.પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

    આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અજયસિંહે બીબીસીના સહયોગી બિપિન ટંકારિયાને જણાવ્યું કે "દસેક લોકો પાછળથી આવ્યા અને તેમણે પાછળથી આવીને મને પકડ્યો અને મને હાથ પર ઇજા પહોંચી છે."

    "મને ખ્યાલ ન આવ્યો કે એ કોણ લોકો હતા. તે બધાએ ભેગા થઈને માર્યો. હું ભાગી ગયો."

    અજયસિંહે વધુમાં કહ્યુ હતું, "કોઈ હથિયાર ન હોતું પરંતુ ખુરશી મારી. માત્ર બે લોકો હતા. આમ આદમી પાર્ટીના બે કાર્યકર્તા હતા."

    પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી છે અને હાલ શાંતિ છે.

    હુમલા બાદ તૂટેલી ખુરશીઓ
  18. ગુજરાતમાં અગિયાર વાગ્યા સુધી 4.31 ટકા મતદાન થયું

    ચૂંટણીપંચની વેબસાઇટ પ્રમાણે આખા ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં અગિયાર વાગ્યા સુધીમાં ઍવરેજ 4.31 ટકા મતદાન થયું છે.

    સૌથી વધારે મતદાન રાજકોટ શહેરમાં થયું છે. રાજકોટ શહેરમાં 6.45 ટકા થયું છે. જ્યારે જામનગર અને ભાવનગરમાં અનુક્રમે 4.92 ટકા અને 4.62 ટકા મતદાન થયું છે.

    સુરતમાં 4.61 ટકા અને વડોદરામાં 4.52 ટકા મતદાન થયું છે. અમદાવાદમાં હાલ સુધી માત્ર 3.44 ટકા જ મતદાન થયું છે.

    રાજકોટના વૉર્ડ નંબર 15માં 17.99 ટકા મતદાન હાલ થયું છે.

    પ્રતીકાત્મક તસવીર
  19. અમદાવાદમાં વરરાજાએ લગ્ન પહેલાં કર્યું મતદાન

    અમદાવાદ થલતેજ વિસ્તારમાં વરરાજાએ લગ્ન કરવાં જતા પહેલાં મતદાન કર્યું હતું.

    દુલ્હાએ કર્યું મતદાન
  20. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મતદાન કર્યું

    ગુજરાતમાં છ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મતદાન કર્યું હતું. આ ઉપરાંત ભાજપના નેતા જીતુ વાઘાણીએ પણ મતદાન કર્યું હતું.

    સી.આર.પાટીલ
    ઇમેજ કૅપ્શન, સી.આર.પાટીલ