વર્લ્ડકપ 2023 ઑસ્ટ્રેલિયા જીત્યું, ભારતને 6 વિકેટે હરાવીને છઠી વાર ચૅમ્પિયન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારત સામે જીત મેળવી છે. ભારતે પહેલા બેટિંગ કરીને ઑસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓપનિંગમાં આવેલા ટ્રેવિસ હેડે શાનદાર 137 રન કર્યા.

લાઇવ કવરેજ

  1. ભારતનો સ્કોરઃ 185/5

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ રમાઈ રહી છે.

    ભારતની અત્યાર સુધીમાં પાંચ વિકેટ પડી ચૂકી છે.

    રોહિત શર્મા (47), શુભમન ગિલ (4), વિરાટ કોહલી (54), શ્રેયસ અય્યર (4) અને રવીન્દ્ર જાડેજા (9) રન કરીને આઉટ થઈ ગયા છે.

    હાલ કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ બેટિંગ કરી રહ્યા છે.

    કેએલ રાહુલે તેમની અર્ધ સદી પૂરી કરી લીધી છે.

  2. ફાઇનલમાં અમ્પાયરિંગ કરતા આ અમ્પાયરને ભારત માટે 'અપશુકનિયાળ'કેમ ગણાવાય છે?

    અમ્પાયર

    અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ રમાઈ રહી છે.

    દરમિયાન સોશિયલ મીડિયામાં ફાઇનલમાં અમ્પાયરિંગ કરી રહેલા રિચર્ડ કેટલબ્રૉ પર ચર્ચા થઈ રહી છે.

    કોઈ તેમને ભારતને માટે અનલકી ગણાવી રહ્યા છે. તો કોઈનું કહેવું છે કે ભારતીય ટીમે જીત મેળવીને આ તમામ દાવાઓને ખોટા સાબિત કરવા જોઈએ.

    અત્યાર સુધીમાં ભારતની ચાર વિકેટ પડી ચૂકી છે.

    અય્યર બાદ વિરાટ કોહલી પણ 54 કરીને પેવેલિયન ભેગા થઈ ગયા છે. તો રોહિત શર્મા 47 અને શુભમન ગિલ માત્ર ચાર રન કરી શક્યા છે.

    એવામાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર રિચર્ડ કેટલબ્રૉ સંબંધિત ટ્વીટ જોવા મળી રહ્યાં છે.

    એક યૂઝરે લખ્યું, "ભારત ક્યારેય નૉટઆઉટ મૅચ જીતી નહીં શકે, કેમ કે રિચર્ડ કેટલબ્રૉ અમ્પાયર હશે... એ આપણા માટે દુર્ભાગ્યશાળી છે. તે ત્યાં હશે તો દિલનું તૂટવું નક્કી છે."

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    અન્ય એક યૂઝરે અન્નાએ લખ્યું કે "ભાઈ, આ રિચર્ડ કેટલબ્રૉનું કોઈ અપહરણ કરી લો, હાલ માટે."

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    અમિત શારદાએ લખ્યું, "ભારતે જીતવું જોઈએ, જેથી આપણે ભારતની મોટી હાર માટે રિચર્ડ કેટલબ્રૉને દોષ દેવાનું બંધ કરી શકીએ."

    બદલો X કન્ટેન્ટ, 3
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 3

    જોકે વાસ્તવિકતા એ છે કે રિચર્ડ કેટલબ્રૉએ આઇસીસીના જે મહત્ત્વની મૅચોમાં અમ્પાયરિંગ કર્યું છે, તેમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.

    વનડે વર્લ્ડકપ 2015ની સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું, કેટલબ્રૉ તે મૅચમાં પણ અમ્પાયર હતા.

    ફાઇનલમાં ઇંગ્લૅન્ડના રિચર્ડ કેટલબ્રૉ અને રિચર્ડ ઇલિંગવર્થ અમ્પાયરિંગ કરી રહ્યા છે.

  3. વિરાટ કોહલી આઉટ

    વિરાટ કોહલી 54 રન કરીને આઉટ થઈ ગયા છે. ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પેટ કમિન્સે કોહલીને બોલ્ડ માર્યા છે.

    આ સાથે ભારતની ચાર વિકેટ પડી ગઈ છે.

    વિરાટ કોહલી
  4. વિરાટ કોહલીના 50 રન પૂરા

    ભારતનો સ્કોરઃ 135/3

    ભારતની ત્રણ વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે બાજી સંભાળી છે.

    વિરાટ કોહલીએ જાળવીને બેટિંગ કરતા 50 રન પૂરા કર્યા છે.

    વિરાટ કોહલીએ 56 બૉલમાં અર્ધ સદી પૂરી કરી છે.

    તો કેએલ રાહુલે પણ 25 રન કર્યા છે.

  5. વર્લ્ડકપ ફાઇનલ: 'ફ્રી પેલેસ્ટાઈન'ની ટીશર્ટ પહેરીને એક દર્શક કોહલીની નજીક પહોંચી ગયો

    અમદાવાદ
    ઇમેજ કૅપ્શન, ફાઇનલમાં એક દર્શક 'ફ્રી પેલેસ્ટાઈન'ની ટીશર્ટ પહેરીને અને ઝંડો લઈને વિરાટ કોહલીની નજીક પહોંચી ગયો હતો.

    જોકે થોડી વાર પછી સુરક્ષાકર્મીઓએ આ શખ્સને પકડીને લઈ ગયા હતા, પરંતુ આ ઘટનાને સુરક્ષા માટે એક મોટી ચૂક ગણાવાઈ રહી છે.

    સોશિયલ મીડિયામાં પણ ક્રિકેટચાહકો આ ઘટનાને વખોડી રહ્યા છે.

    આશિષ નામના એક યૂઝરે લખ્યું કે "નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષામાં ચૂક. સ્ટાફ અને સુરક્ષા બિનજવાબદાર છે, આવું કેવી રીતે થઈ શકે? આ વર્લ્ડકપની ફાઇનલ છે, કોઈ ગલી ક્રિકેટ મૅચ નહીં."

    તો પ્રીતેશ શાહે લખ્યું કે આ બહુ ખોટું છે. "કોઈ ફૅન અંદર કેવી રીતે પ્રવેશી શકે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો સ્ટાફ અને સિક્યૉરિટી બહુ બિનજવાબદાર છે."

    અમદાવાદ
    ઇમેજ કૅપ્શન, મૅચ દરમિયાન દર્શકનું મેદાનમાં પહોંચવું એક ગંભીર મામલો છે.
    અમદાવાદ
    અમદાવાદ
    અમદાવાદ
  6. ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ બેટિંગ કેમ ન લીધી? ભારતીય પૂર્વ ક્રિકેટરે શું ધારણા બાંધી?

    નવજોતસિંહ સિદ્ધુ

    ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મૅચ અંગે ભારતીયના પૂર્વ ક્રિકેટ નવજોતસિંહ સિદ્ધુએ અનુમાન લગાવ્યું છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે "ગણિતના કોઈ સવાલનો ખોટો જવાબ 100 હોઈ શકે, 1000 હોઈ શકે, પણ સાચો જવાબ એક હોય છે. સાચો જવાબ એ છે કે જ્યારે પણ તક મળે, તમે તેને એડવાન્ટેજમાં તબદીલ કરો. આ પીચ પર ચેઝિંગ ટીમ ચારમાંથી ત્રણ મૅચ જીતી છે. આ જોઈને ઑસ્ટ્રેલિયાએ પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે."

    સિદ્ધુએ કહ્યું, "આ પીચ પર 300 રન કોઈ ટીમથી નહીં બને, પણ ભારતીય ટીમમાં એ ક્ષમતા છે કે તે 350નો ટાર્ગેટ કરી શકે છે. જો તમે આટલો ટાર્ગેટ આપ્યો તો જે ઝાકળ છે એ 8.30 વાગ્યા પછી થાય છે. એવામાં તમારે મૅચ તમારા ખાતામાં નાખવી પડશે."

    "મને લાગે છે કે ટીમ ઇન્ડિયા એટલી સક્ષમ છે, એટલી સંતુલિત છે કે એકબીજાના સાથથી તે જીતવા સક્ષમ છે."

    "મને લાગે છે કે આ વખતે દાયિત્વ બેટિંગ પર આવી ગયું છે. જો સ્કોર 350 થાય છે, તો મૅચ લગભગ જીતી સમજો, પણ ટીમ 250-275 સુધી સીમિત થઈ જાય તો પછી ઑસ્ટ્રેલિયાને બળ મળશે. જ્યાં સુધી શ્વાસ છે, ત્યાં સુધી આશ છે. આશા તો એ છે કે ભારતીય બેટિંગ આવો ટાર્ગેટ કરી દે તો બૉલિંગ બમણી મજબૂત થઈ જશે."

  7. ભારતનો સ્કોર 100 રનને પાર

    ક્રિકેટ

    અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ 2023ની ફાઇનલ મૅચ રમાઈ રહી છે.

    હાલ ભારતનો સ્કોર 16 ઓવર પર 100 પર પહોંચ્યો છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ બેટિંગ કરી રહ્યા છે.

    ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને ભારતને બેટિંગ આપી છે.

    ભારતની ઓપનિંગ જોડી તૂટ્યા બાદ શ્રેયસ અય્યર પણ પેવેલિયન પહોંચી ગયા છે.

    ભારતના ત્રણ બૅટ્સમૅન રોહિત શર્મા, શુભમન ગિલ પણ આઉટ થઈ ગયા છે.

  8. ભારતની ત્રીજી વિકેટ પડી

    ભારતની ઓપનિંગ જોડી તૂટ્યા બાદ હવે શ્રેયસ અય્યર પણ આઉટ થઈ ગયા છે. અય્યર માત્ર ચાર બનાવી શક્યા છે.

    હાલ ભારતનો સ્કોર 13 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 89 થઈ ગયો છે.

    હાલ વનડાઉનમાં આવેલા વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રીઝ પર છે.

    ભારતની ઓપનિંગ જોડી તૂટ્યા બાદ હવે શ્રેયસ અય્યર પણ આઉટ થઈ ગયા છે.
  9. રોહિત શર્મા 47 રન કરીને આઉટ

    રોહિત શર્મા

    ભારતને બીજો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 47 રન કરી આઉટ થઈ ગયા છે.

    સ્પિનર મૅક્સવેલની ઓવરમાં રોહિત શર્મા કૅચઆઉટ થયા હતા. રોહિત શર્માએ ત્રણ છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.

    આ ટુર્નામેન્ટમાં કૅપ્ટન રોહિત શર્માનું પ્રદર્શન સારું રહ્યું છે. તેમણે 11 મૅચમાં 54.27ની એવરેજથી 597 રન બનાવ્યા છે.

  10. હવે પછી આ વર્લ્ડકપ કોણ ઊંચકશે?

    સચીન
  11. શુભમન ગિલ કૅચઆઉટ

    ભારતનો સ્કોર- 54/1, 6 ઓવર

    ભારતની પહેલી વિકેટ પડી છે. ઓપનિંગમાં આવેલા શુભમન ગિલ સાત બૉલમાં માત્ર ચાર કરીને કૅચઆઉટ થઈ ગયા છે.

    મિચેલ સ્ટાર્કે ભારતની પહેલી વિકેટ લીધી છે. ગિલ આઉટ થયા ત્યારે ભારતનો સ્કોર 30 રન પર હતો.

    ગિલ બાદ હવે વિરાટ કોહલી બેટિંગમાં આવ્યા છે.

  12. તસવીરો- ભારતે જ્યારે વર્લ્ડકપ જીત્યો

    ભારતે પહેલી વાર વર્ષ 1983માં કપિલ દેવની આગેવાનીમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો.
    ઇમેજ કૅપ્શન, ભારતે પહેલી વાર વર્ષ 1983માં કપિલ દેવની આગેવાનીમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો.
    એ ટીમ જેણે વર્ષ 1983માં ભારતને ક્રિકેટનો પહેલો વર્લ્ડકપ અપાવ્યો હતો.
    ઇમેજ કૅપ્શન, એ ટીમ જેણે વર્ષ 1983માં ભારતને ક્રિકેટનો પહેલો વર્લ્ડકપ અપાવ્યો હતો.
    વર્લ્ડકપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને મળી હતી. ઇંદિરા ગાંધીએ કપ સાથે ફોટો પડાવ્યો હતો.
    ઇમેજ કૅપ્શન, વર્લ્ડકપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને મળી હતી. ઇંદિરા ગાંધીએ કપ સાથે ફોટો પડાવ્યો હતો.
    2011માં મહેન્દ્રસિંહ ધોનીએ મુંબઈમાં ભારતને બીજી વાર વર્લ્ડકપ અપાવ્યો હતો. તસવીરમાં વિરાટ કોહલી વગેરે ખેલાડીઓ નજરે પડે છે.
    ઇમેજ કૅપ્શન, 2011માં મહેન્દ્રસિંહ ધોનીએ મુંબઈમાં ભારતને બીજી વાર વર્લ્ડકપ અપાવ્યો હતો. તસવીરમાં વિરાટ કોહલી વગેરે ખેલાડીઓ નજરે પડે છે.
  13. IND vs AUS : વર્લ્ડકપ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ લીધી

    પૅટ કમિન્સ અને રોહિત શર્મા

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગનો નિર્ણય કર્યો છે.

    ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે ટૉસ જીતી લીધો હતો.

    ભારત આ વખત વર્લ્ડકપમાં સતત 10 મૅચ જીતી ગયું છે.

    ભારત ન્યૂઝીલૅન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે. ત્યારે ઑસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે.

    ઑસ્ટ્રેલિયાએ પાંચ વખત વર્લ્ડકપ જિત્યો છે જ્યારે ભારત બે વખત વિશ્વકપ જીતી ચૂક્યું છે.

    ભારતે 1983 અને 2011માં વર્લ્ડકપ પર કબજો કર્યો હતો.

    વિશ્વકપમાં અત્યાર સુધી કેવું રહ્યું ભારતનું પ્રદર્શન

    • ઑસ્ટ્રેલિયાને છ વિકેટથી હરાવ્યું
    • અફઘાનિસ્તાનને આઠ વિકેટથી હરાવ્યું
    • પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું
    • બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવ્યું
    • ચાર વિકેટથી ન્યૂઝીલૅન્ડને હરાવ્યું
    • 100 રનથી ઇંગ્લૅન્ડને હરાવ્યું
    • 302 રનથી શ્રીલંકાને હરાવ્યું
    • 243 રનથી દક્ષિણ આફ્રિકાને હરાવ્યું
    • 160 રનથી નેધરલૅન્ડ્સને હરાવ્યું
    • 70 રનથી સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડને હરાવ્યું
  14. '140 કરોડ લોકો તમારા માટે...' વડા પ્રધાન મોદીએ ટીમ ઇન્ડિયાને પાઠવી શુભેચ્છાઓ

    વડા પ્રધાન મોદીનું ટ્વીટ
    ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન મોદીનું ટ્વીટ

    વડા પ્રધાન મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ ફાઇનલ નિહાળવા પહોંચવાના છે.

    ત્યાર પહેલાં તેમણે એક ટ્વીટ કરીને ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી છે.

    ટીમ ઇન્ડિયા વર્લ્ડકપમાં સતત 10 મૅચ જીતીને ફાઇનલમાં પહોંચી છે. ત્યારે પાંચ વખતના વર્લ્ડકપ વિજેતા ઑસ્ટ્રેલિયાએ આ વર્લ્ડકપમાં સતત આઠ મૅચ જીતી છે.

  15. Live : વર્લ્ડકપ ફાઇનલમાં ભારત અને ઑસ્ટ્રેલિયાની ટક્કર પહેલાં સ્ટેડિયમ બહાર માહોલ કેવો છે?

  16. મોહમ્મદ શમી : અમરોહાના શરમાળ છોકરા ‘સિમ્મી’એ ક્રિકેટજગતમાં બોલાવ્યો સપાટો – ગ્રાઉન્ડ રિપોર્ટ

  17. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જામ્યો ક્રિકેટનો માહોલ, જુઓ તસવીરો

    વર્લ્ડકપ

    અમદાવાદમાં આજે રમાઈ રહેલી વનડે ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે હાઇ વૉલ્ટેજ મૅચ મુકાબલો થવા જઈ રહ્યો છે.

    આ રોમાંચક મૅચ જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશમાંથી હજારો લોકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે. સ્ટેડિયમ બહાર ક્રિકેટચાહકો આગવા અંદાજમાં પોતાની ટીમોનો ઉત્સાહ વધારવા માટે પહોંચેલા દેખાઈ રહ્યા છે.

    આ સિવાય સ્ટેડિયમની બહાર જામેલા માહોલને કારણે આસપાસના વિસ્તારમાં ઠેરઠેર વાદળી અને પીળી જર્સી પહેરેલા લોકોની ભારે ભીડ દેખાઈ રહી છે. જુઓ, સ્ટેડિયમ પહોંચેલા પ્રેક્ષકો અને ક્રિકેટચાહકોની ઉત્સાહવર્ધક તસવીરો.

    વર્લ્ડકપ
    વર્લ્ડકપ
    વર્લ્ડકપ
    વર્લ્ડકપ
    વર્લ્ડકપ
  18. વર્લ્ડકપ ફાઇનલ : ટૉસ જીતનારી ટીમનું પલ્લું રહી શકે છે ભારે

      • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
      • પદ, બીબીસી સંવાદદાતા, અમદાવાદથી
    બીબીસી ગુજરાતી

    ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે યોજાવા જઈ રહેલ ફાઇનલ મૅચમાં પરિણામનો ઘણો ખરો આધાર ટૉસ પર પણ રહેશે.

    અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચ પર ટૉસમાં જીત એ ગમે એ ટીમ માટે મહત્ત્વપૂર્ણ ફૅક્ટર રહેશે. જે ટીમ ટૉસ જીતશે એ પહેલાં બેટિંગ કરવા ઇચ્છશે. કારણ કે કોઈ પણ ટીમ મોટા સ્કોરનો પીછો કરવાના દબાણનો સામનો કરવા નહીં માગે.

    અમદાવાદમાં પીચ પર ખૂબ સારી રીતે રોલર ફેરવાયા છે. પીચ પર ઘાસ નથી અને એ બિલકુલ સપાટ છે.

    આનાથી બૅટ્સમૅનોને મદદ મળી શકે છે. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે વર્લ્ડકપની છેલ્લી ત્રણ ફાઇનલ લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ટીમે જીતી છે.

  19. વર્લ્ડકપ ફાઇનલ પહેલાં ટીમ ઇન્ડિયા માટેના મૅસેજમાં હાર્દિક પંડ્યાએ શું કહ્યું?

    વર્લ્ડકપ

    ઈજાગ્રસ્ત થવાને કારણે વર્લ્ડકપમાંથી બહાર થઈ ચૂકેલા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ફાઇનલ પહેલાં પોતાની ટીમ માટે જુસ્સો જાગૃત કરનારો મૅસેજ મોકલ્યો છે.

    પંડ્યાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, “મને ટીમ ઇન્ડિયા પર ખૂબ ગર્વ છે. અત્યાર સુધી આપણી ટીમે જેવું પ્રદર્શન કર્યું છે, એ વર્ષોની મહેનતનું ફળ છે. હવે આપણે ઇતિહાસ રચવાથી માત્ર એક ડગલું દૂર છીએ. અમે લોકો બાળપણથી પોતાના દેશ માટે વર્લ્ડકપમાં રમવાનું સ્વપ્ન જોતા આવ્યા છીએ. આ ક્ષણ અમારા માટે અત્યંત ખાસ છે.”

    સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાનો વીડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે.

    આ વીડિયોમાં પંડ્યા કહી રહ્યા છે કે, “આપણે વર્લ્ડકપ માત્ર જાત માટે જ નહીં પરંતુ અમારી પાછળ ઊભેલા અબજો ભારતીયો માટે જીતવાનો છે. હું ટીમ સાથે હરહંમેશ ઊભો છું. દિલથી આપ સૌને પ્રેમ... હવે કપ ઘરે લેતા આવો, જય હિંદ.”

    હાર્દિક પંડ્યા વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામેની મૅચમાં પોતાના જ બૉલ પર ફીલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયા હતા.

    પહેલાં કહેવાયું કે ઈજા ગંભીર નથી અને તેઓ પરત ફરી શકે છે. પરંતુ ઈજા ગંભીર હતી. તેથી તેઓ બાકીની મૅચો ન રમી શક્યા.

  20. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ફાઇનલ મુકાબલો માણવા પહોંચશે : સીએમ ભૂપેન્દ્ર પટેલ

    ક્રિકેટ વર્લ્ડકપ

    રવિવારે ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ ફાઇનલમાં ભારતનો મુકાબલો જોવા માટે સમગ્ર વિશ્વમાંથી ઘણા મહાનુભાવો પહોંચી રહ્યા છે.

    ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ મેદાનમાં હાજર રહેવાના છે.

    નોંધનીય છે કે ભારત ચોથી વખત વનડે વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચ્યું છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ક્રિકેટપ્રેમીઓ સહિત ઘણી હસ્તીઓ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પહોંચી છે.