ગુજરાતમાં કમોસમી વરસાદ : ગુજરાતમાં ચાર દિવસ વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં હવામાન પલટાયું

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં લોકોને એક સાથે બે મોસમનો અનુભવ થવાનો શરૂ થઈ ગયો છે, કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે અને વાદળાં ઘેરાવાં લાગ્યાં છે.

ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે અને હજી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં છે. હવે આ વરસાદ ગુજરાત સુધી પહોંચશે, જેથી રાજ્યમાં હવે વરસાદી માહોલ છવાઈ જશે.

વરસાદમાં માતા અને બાળક
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં લોકોને એક સાથે બે મોસમનો અનુભવ થવાનો શરૂ થઈ ગયો છે, કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે

રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભવાના છે? કેટલા દિવસ સુધી કમોસમી વરસાદ પડશે અને કયા વિસ્તારોને વધારે અસર કરશે?

line

ગુજરાતમાં કયા જિલ્લાઓમાં પડશે વરસાદ?

વરસાદ
ઇમેજ કૅપ્શન, રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભવાના છે? કેટલા દિવસ સુધી કમોસમી વરસાદ પડશે અને કયા વિસ્તારોને વધારે અસર કરશે?

ગુજરાતમાં શિયાળાની ઠંડી વચ્ચે કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું અને કમોસમી વરસાદની શરૂઆત થઈ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સૌપ્રથમ વરસાદ પડશે, પાંચ જાન્યુઆરીના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણાની સાથે દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, જામનગર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

જે બાદ છ જાન્યુઆરીના દિવસે રાજ્યમાં વરસાદનું જોર વધશે અને વધારે વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે, દક્ષિણ ગુજરાતને બાદ કરતાં રાજ્યના તમામ જિલ્લાના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આઠ જાન્યુઆરી બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે.

આ વર્ષે સતત થઈ રહેલા કમોસમી વરસાદને લઈને ગુજરાતના ખેડૂતો ચિંતામાં છે, ચોમાસામાં અનિયમિત વરસાદ અને હવે શિયાળુ પાક પર માવઠાની મારે તેમની ચિંતા વધારી દીધી છે.

રાજ્યમાં ચારથી પાંચ દિવસ સુધી સર્જાનારો વરસાદી માહોલ જીરુ, ચણા, રાયડો, ધાણા, કપાસ તથા ઘઉંના પાકમાં કરે તેવી શક્યતા છે.

line

ગુજરાતમાં કેવો વરસાદ પડશે?

ખેડૂત
ઇમેજ કૅપ્શન, આ વર્ષે સતત થઈ રહેલા કમોસમી વરસાદને લઈને ગુજરાતના ખેડૂતો ચિંતામાં છે, ચોમાસામાં અનિયમિત વરસાદ અને હવે શિયાળુ પાક પર માવઠાની મારે તેમની ચિંતા વધારી દીધી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

ભારત તરફ એક બાદ એક સતત મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે વરસાદી સિસ્ટમો આવી રહી છે અને તેની અસર છેક ગુજરાત સુધી વર્તાઈ રહી છે.

જોકે, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હાલ દેખાતી નથી, ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

જોકે, સતત ચાર દિવસ સુધી હળવો કે મધ્યમ વરસાદ પણ શિયાળું પાક માટે ઘણો નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ લાંબો સમય સુધી રહે તેવી સંભાવના છે.

line

રાજ્યમાં વરસાદ બાદ વધશે ઠંડી?

વરસાદ
ઇમેજ કૅપ્શન, છ જાન્યુઆરીના દિવસે રાજ્યમાં વરસાદનું જોર વધશે અને વધારે વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે, દક્ષિણ ગુજરાતને બાદ કરતાં રાજ્યના તમામ જિલ્લાના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાલયના પહાડી વિસ્તારો અને જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે, સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે.

ભારત તરફ એક બાદ એક એમ ત્રણ લ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યાં છે અને તેના કારણે વધારે બરફવર્ષા અને વરસાદની સંભાવના છે.

હવામાન નિષ્ણાંતો અનુસાર ગુજરાતમાં વરસાદ બંધ થયા બાદ ફરી એકવાર કડકડતી ઠંડીનો દોર શરૂ થવાની શક્યતા છે.

આ સપ્તાહના અંતથી ગુજરાતમાં ફરીથી જોરદાર ઠંડી શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો