You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Weather : ગુજરાતમાં આગામી 24 કલાકમાં કેવો રહેશે વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં આગામી 24 કલાકમાં કેવો રહેશે વરસાદ?
પ્રકાશિત
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે, જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધી રહ્યું છે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે, જેમાં ભરૂચના નેત્રંગમાં સાડા દસ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
આગામી સમયમાં સિસ્ટમ મહારાષ્ટ્રથી આગળ વધી મધ્ય પ્રદેશ તરફ જશે અને ગુજરાત પરથી પસાર થશે.
આ દરમિયાન આવતીકાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. આગામી 24 કલાક ભારે વરસાદી માહોલ રહેશે, જ્યારે તે પછીના દિવસોમાં સિસ્ટમ નબળી પડતાં વરસાદનું જોર ઘટશે.
અહેવાલ - દીપક ચુડાસમા