ગુજરાતના આ આદિવાસીઓ દિવાળીના તહેવારમાં વાઘની પૂજા કેમ કરે છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતના આ આદિવાસીઓ દિવાળીના તહેવારમાં વાઘની પૂજા કેમ કરે છે?
ગુજરાતના આ આદિવાસીઓ દિવાળીના તહેવારમાં વાઘની પૂજા કેમ કરે છે?
પ્રકાશિત

ડાંગ જિલ્લાના આદિવાસી સમાજે પરંપરાગત રીતે વાઘ બારસની ઉજવણી કરીને દિવાળીના તહેવારનો પ્રારંભ કર્યો.

વર્ષો જૂની આ પરંપરાને આદિવાસી સમાજ તેમની પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધાના પ્રતીક સમાન માને છે

આ ધાર્મિક વિધિમાં તેઓ પરંપરાગત રીતિ-રિવાજ મુજબ તેમના ગ્રામદેવતાને ઈંડાં, ચોખા સહિતનો તેમનો આહાર અર્પણ કરે છે.

ગામના પાટીલ, કારભારી અને આગેવાનોની ઉપસ્થિતિમાં તેમના ગ્રામદેવતાની સાથે વાઘદેવ, નાગદેવ, મોર સહિત જળ, જંગલ અને જમીનની પણ પૂજા-અર્ચના કરવામાં આવે છે.

વાઘબારસની પૂજા પાછળ એક દંતકથા રહેલી છે કે, પૂજા કરવાથી જંગલમાં વસવાટ કરતાં વન્યપ્રાણીઓ અને પક્ષીઓથી ગ્રામજનોનું રક્ષણ થાય અને તેમના ગ્રામદેવતા આખા ગામની રક્ષા કરે છે.

બીબીસી ગુજરાતી ડાંગ આદિવાસી પૂજા વાઘબારસ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન