બંગાળની ખાડીમાં સર્જાશે વાવાઝોડું? ગુજરાતમાં શું અસર થશે?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં બનશે વાવાઝોડું?, ગુજરાત પર થશે અસર?
બંગાળની ખાડીમાં સર્જાશે વાવાઝોડું? ગુજરાતમાં શું અસર થશે?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં નવી હવામાન સિસ્ટમ આકાર લઈ રહી છે, જે ડિપ્રેશન અથવા વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.

જો આ સિસ્ટમ વાવાઝોડું બનશે તો તે ચોમાસા પછીનું ત્રીજું વાવાઝોડું હશે, જે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા મૉડેલો દર્શાવે છે. જોકે, ગુજરાત પર તેની સીધી અસર થવાની સંભાવના નથી.

બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14, 15 અને 16 તારીખ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.

કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જામનગર તથા દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કચ્છમાં છૂટોછવાયો હળવો વરસાદ કે છાંટા પડી શકે છે.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : કૃણાલ દેસાઈ

બંગાળની ખાડીમાં બનશે વાવાઝોડું?, ગુજરાત પર થશે અસર?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન