અમેરિકામાં એવું શું થયું કે આખા દેશમાં ફ્લાઇટ રદ કરવી પડી?
અમેરિકામાં એવું શું થયું કે આખા દેશમાં ફ્લાઇટ રદ કરવી પડી?
પ્રકાશિત
અમેરિકામાં લગભગ ચાર કલાક સુધી વિમાન સેવાઓ ઠપ રહ્યા બાદ હવે ફરીથી ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે.
જોકે, અધિકારીઓનું કહેવું છે કે ફ્લાઇટ પર લગાવવામાં આવેલી રોકની અસર કેટલાક દિવસો સુધી રહી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ઍર ટ્રાફિક કન્ટ્રોલના સંચાર પ્રણાલી (કમ્યુનિકેશન સિસ્ટમ)માં સર્જાયેલી ટેકનિકલ સમસ્યાને કારણે દેશભરની ઉડાનો અટકાવી દેવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, AP
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



