બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડાનો ખતરો, ગુજરાત પર શું અસર?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડાનો ખતરો, ગુજરાત પર શું અસર?
બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડાનો ખતરો, ગુજરાત પર શું અસર?
પ્રકાશિત

દિવાળી પહેલાં અર્ણબ અને મુરાસુ વાવાઝોડાં આંધ્ર પ્રદેશ પર ત્રાટક્યા બાદ હવે બંગાળની ખાડીમાં ફરીથી નવી સિસ્ટમ સર્જાવાની શક્યતા ઊભી થઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 13 નવેમ્બરે લૉ પ્રેશર એરિયા બની શકે છે, જે બાદમાં વધુ મજબૂત બની શકે છે.

હવામાન વિભાગ તેમજ ગૂગલ ડીપમાઇન્ડ સહિતનાં વિવિધ મૉડલો આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે કેમ અને તેની દિશા કઈ રહેશે તે અંગે અલગ-અલગ શક્યતાઓ વ્યક્ત કરી રહ્યાં છે.

ત્યારે આ સિસ્ટમ કઈ દિશામાં આગળ વધશે, તથા ઍન્ટિ-સાઇક્લૉન સિસ્ટમને કારણે ગુજરાતની ઉપર શું અસર થશે, તેના વિશે આ વીડિયોમાં જાણો.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : કૃણાલ દેસાઈ

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન