કચ્છના આ ખેડૂતને બંને હાથ નથી, છતાં કેવી રીતે કરે છે ખેતી?

વીડિયો કૅપ્શન, કચ્છના આ ખેડૂતને બંને હાથ નથી, છતાં કેવી રીતે કરે છે ખેતી?
કચ્છના આ ખેડૂતને બંને હાથ નથી, છતાં કેવી રીતે કરે છે ખેતી?
પ્રકાશિત

કચ્છના નરા ગામમાં રહેતા રાજીન્દર સિંહ મૂળ રાજસ્થાનના હનુમાનગઢના વતની છે અને વર્ષો પહેલાં કામની શોધમાં કચ્છ આવ્યા હતા. લગભગ ઓગણીસ વર્ષની ઉંમરે મોટર શૉર્ટ સર્કિટના અકસ્માતમાં તેમણે બંને હાથ ગુમાવી દીધા હતા. આ મોટી મુશ્કેલી અને જીવનના પડકારો વચ્ચે પણ તેમણે હાર માની નહીં. આજે તેઓ લગભગ ચાર એકર જમીન પર જાતે ખેતી કરે છે. તેઓ પોતે ટ્રૅક્ટર ચલાવે છે, બૅટરી પંપથી દવાનો છંટકાવ કરે છે અને સિંચાઈ માટે પાણીની મોટર પણ ચલાવે છે. જમવા સિવાય પોતાના મોટાભાગનાં તમામ દૈનિક કામો તેઓ કોઈની પણ મદદ વિના જાતે જ કરે છે.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન