લતા મંગેશકરનું જ્યારે અમદાવાદમાં સન્માન કરાયું, જુઓ કેટલીક દુર્લભ તસવીરોમાં તેમનું જીવન

પ્રકાશિત

લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરને તેમના જીવનમાં અનેક સિદ્ધિઓ મળી અને અઢળક સન્માન મળ્યું. તેમના દરેક ક્ષેત્રે પ્રશંસકો રહ્યા છે. અહીં જુઓ તેમના જીવનની કેટલીક દુર્લભ તસવીરો

1971માં લતા મંગેશકર અમદાવાદમાં
ઇમેજ કૅપ્શન, લતા મંગેશકરને 1971માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં. અમદાવાદના મેયર નરોત્તમ ઝવેરીએ તેમને સન્માનિત કર્યા હતાં.
1971માં લતા મંગેશકર અમદાવાદમાં
ઇમેજ કૅપ્શન, 1971માં જ્યારે લતા મંગેશકરને સન્માનિત કરવામાં આવ્યાં ત્યારે લતાજી સાથે તેમના નાના ભાઈ હૃદયનાથ મંગેશકર પણ અમદાવાદ આવ્યા હતા.
લતા મંગેશકર પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે
ઇમેજ કૅપ્શન, લતા મંગેશકર પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે
મતાપિતા સાથે લતા
ઇમેજ કૅપ્શન, બાળપણમાં પિતાના અવસાન પછી લતા મંગેશકરે નાના રોલમાં અભિનય કરીને પરિવારનું ગુજરાન ચલાવ્યું પરંતુ તેમને મેકઅપ, ઍક્ટિંગ, આ બધું બિલ્કુલ પસંદ નહોતું. તેમને બસ ગાયિકા બનવું હતું
લતા મંગેશકર
ઇમેજ કૅપ્શન, આ દરમિયાન તેમના જીવનમાં સંગીત નિર્દેશક ઉસ્તાદ ગુલામ હૈદર આવ્યા. તેમણે લતાજીનો અવાજ સાંભળ્યો તો ફિલ્મ નિર્દેશકો પાસે લઈ ગયા ત્યારે તેમનો પાતળો અવાજ નાપંસદ કરવામાં આવ્યો હતો
લતા મંગશકર
ઇમેજ કૅપ્શન, લતા મંગશકરે કહ્યું હતું કે, "ગુલામ હૈદરે તેમને કહ્યું હતું કે એક દિવસ તું બહુ મોટી કલાકાર બનીશ અને જે લોકો તને આજે નકારી રહ્યા છે તેઓ તારી પાછળ આવશે."
જવારલાલ નહેરુ સાથે
ઇમેજ કૅપ્શન, ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ લતાજીના ગીત 'એ મેરે વતન કે લોગો' સાંભળીને ભાવુક થઈ ગયા હતા
લતા મંગેશકર
ઇમેજ કૅપ્શન, પંડિત દીનાનાથ મંગેશકરનો સંબંધ પણ સંગીત સાથે હતો અને તેમણે પોતાની પુત્રી લતામાં ગાયનની પ્રતિભા ખૂબ નાની ઉંમરે જ ઓળખી કાઢી હતી.
લતાજીને ફિલ્મોનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 1989માં અને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી 2002માં નવાજવામાં આવ્યાં હતાં.
ઇમેજ કૅપ્શન, લતાજીને ફિલ્મોનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી 1989માં, અને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી 2002માં નવાજવામાં આવ્યાં હતાં.
લતા મંગેશકર અને સુનીલ ગાવસ્કર
ઇમેજ કૅપ્શન, લતા મંગેશકર ક્રિકેટનાં ફૅન હતાં. 1946માં બ્રેબૉર્ન સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ મૅચ જોઈને તેઓ ક્રિકેટના પ્રશંસક બની ગયાં હતાં. તેઓ ઇંગ્લૅન્ડમાં ઓવલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડની ટેસ્ટ મૅચ જોવાં ગયાં હતાં
લતાજી બાલ ગંધર્વ સાથે. બંને પરિવારો વચ્ચે દીનાનાથ મંગેશકરના સમયથી ગાઢ સંબંધ હતો
ઇમેજ કૅપ્શન, લતાજી બાલ ગંધર્વ સાથે. બંને પરિવારો વચ્ચે દીનાનાથ મંગેશકરના સમયથી ગાઢ સંબંધ હતો