એ તસવીરો, જે કૃષિકાયદા વિરુદ્ધ એક વર્ષ સુધી ચાલેલા ખેડૂતોના આંદોલનનું પ્રતીક બની

પ્રકાશિત

26 નવેમ્બરે દિલ્હી-હરિયાણાની બૉર્ડરને દિલ્હી પોલીસે સીલ કરી હતી. સિંઘુ બૉર્ડર પર બૅરિકેડ હતા, કાંટાળા તાર અને ચુસ્ત પોલીસબંદોબસ્ત હતો. ઘણી જગ્યાએ ખેડૂતો અને પોલીસ વચ્ચે ટકરાવ થયો, વૉટર કૅનનનો ઉપયોગ થયો પરંતુ તમામ બાધાઓને પાર કરીને ખેડૂતો આખરે 27 નવેમ્બરની સવારે દિલ્હીની સરહદ પર પહોંચી ગયા. અહીં જુઓ એ તસવીરો જે લગભગ એક વર્ષ ચાલેલા ખેડૂત આંદોલનની કહાણી કહી જાય છે.

આ તસવીર 27 નવેમ્બરના સિંઘુ બૉર્ડર પર લેવામાં આવી હતી. આ દિવસે ખેડૂતો અને પોલીસ વચ્ચે અનેક વખત ઝડપ થઈ હતી.
ઇમેજ કૅપ્શન, આ તસવીર 27 નવેમ્બરે સિંઘુ બૉર્ડર પર લેવામાં આવી હતી. આ દિવસે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ખેડૂતોના આંદોલનમાં સામેલ એક વૃદ્ધ શીખ પર અર્ધસૈનિકદળના જવાન લાઠી વીંઝતા હતા, તેવી તસવીર દેશભરમાં વાઇરલ થઈ હતી. પીટીઆઈના ફોટોગ્રાફર રવિ ચૌધરીએ આ તસવીર લીધી હતી. આ તસવીર વાઇરલ થઈ, એ પછી ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ ઊભી થઈ હતી અને વિપક્ષે સરકાર પર સવાલ કર્યા હતા.
26 નવેમ્બર 2020ના ખેડૂતોને રોકવા માટે પોલીસે વૉટર કૅનનનો ઉપયોગ કર્યો હતો. આ બધું દિલ્હીમાં ખેડૂતોને દિલ્હી તરફ વધતા રોકવા માટે કરવામાં આવ્યું હતું.
ઇમેજ કૅપ્શન, 26 નવેમ્બર 2020ના દિવસે ખેડૂતોને રોકવા માટે પોલીસે વૉટર કૅનનનો ઉપયોગ કર્યો હતો. આ બધું દિલ્હીમાં ખેડૂતોને દિલ્હી તરફ વધતા રોકવા માટે કરવામાં આવ્યું હતું.
ગાઝીપુર બૉર્ડર પર પોલીસની કાર્યવાહીને લઈને રાકેશ ટિકૈત ભાવુક થયા હતા
ઇમેજ કૅપ્શન, ખેડૂતોની ટ્રૅક્ટરપરેડના વિવાદ પછી ગાઝીપુર બૉર્ડર ખાલી કરાવવા માટે ત્યાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર પોલીસની કાર્યવાહીને લઈને રાકેશ ટિકૈત ભાવુક થયા હતા. આને ખેડૂત આંદોલનનો મોટો ટર્નિંગ પૉઇન્ટ માનવામાં આવે છે. રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ભલે ખેડૂતોને ત્યાંથી હઠાવી દેવામાં આવ્યા હોય, પરંતુ તેમનું આંદોલન ચાલુ રહેશે અને ખેડૂતો સરકાર સામે ઝૂકશે નહીં.
ખેડૂત આંદોલનમાં એક પડાવ એવો પણ આવ્યો જ્યારે પંજાબ અને હરિયાણાથી આવેલા હજારો ખેડૂતોએ દિલ્હીમાં ટ્રૅક્ટર રેલી કાઢી અને તેને લઈને વિવોદ પણ થયો
ઇમેજ કૅપ્શન, આંદોલનમાં એક પડાવ એવો પણ આવ્યો, જ્યારે પંજાબ અને હરિયાણાથી આવેલા હજારો ખેડૂતોએ દિલ્હીમાં ટ્રૅક્ટરરેલી કાઢી અને તેને લઈને વિવોદ પણ થયો. દિલ્હીમાં ખેડૂતોના સંગઠનોએ 26 જાન્યુઆરીના દિવસે ટ્રૅક્ટરપરેડનું આયોજન કર્યું હતું. બે મહિનાથી આંદોલન કરતા ખેડૂતોએ આના માટે તૈયારીઓ કરી હતી. અભૂતપૂર્વ સુરક્ષાવ્યવસ્થા વચ્ચે ટ્રૅક્ટરપરેડમાં સામેલ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝડપ પણ થઈ. દિલ્હી ખાતે લાલ કિલ્લા પર યુવાનોએ શીખ ધર્મનું ધાર્મિક નિશાન સાહેબ ફરકાવી દીધું, જેને લઈને પોલીસ કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
દિલ્હીમાં સિંઘુ બૉર્ડર, ગાઝીપુર બૉર્ડર સહિત હજારો ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા, તેમાં મહિલાઓની ભાગીદારી પણ ચર્ચામાં રહી. પંજાબ અને હરિયાણાથી મોટી સંખ્યામાં મહિલાઓ ખેડૂત આંદોલનને ટેકો આપવા માટે દિલ્હીની સરહદે મોરચો માંડીને બેઠી હતી.
ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં સિંઘુ બૉર્ડર, ગાઝીપુર બૉર્ડર સહિત હજારો ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા, તેમાં મહિલાઓની ભાગીદારી પણ ચર્ચામાં રહી. પંજાબ અને હરિયાણાથી મોટી સંખ્યામાં મહિલાઓ ખેડૂત આંદોલનને ટેકો આપવા માટે દિલ્હીની સરહદે મોરચો માંડીને બેઠી હતી.
ટીકરી બૉર્ડર ખીલ્લા
ઇમેજ કૅપ્શન, દિલ્હી સાથે જોડાયેલી ટીકરી બૉર્ડર પર સ્થાનિક તંત્ર દ્વારા ખેડૂતોને રોકવા અણીદાર સળિયા લગાવવામાં આવ્યા હતા, સરકારની આ અંગે ખૂબ ટીકા થઈ હતી.