બે લાખ ફોટાઓમાંથી પસંદ કરાયેલા પ્રાણીઓના મનમોહક ફોટોઝ્

પ્રકાશિત

વન્યજીવોની આવી તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય. સોની વર્લ્ડ ફોટોગ્રાફી એવોર્ડ દ્વારા વિજેતાઓની યાદી જાહેર થઈ ત્યારની આ તસવીરો છે. આ યાદી વર્ષ 2017માં જાહેર કરવામાં આવી હતી.

ઈગ્વાને નામનાં પ્રાણીનો ફોટા
ઇમેજ કૅપ્શન, વિશ્વની સૌથી મોટી ફોટોગ્રાફી સ્પર્ધામાં બે લાખથી વધારે લોકોએ ફોટોઝ મોકલ્યાં હતા, અને તેમાંથી નેશનલ એવોર્ડ કૅટેગરીના અહીં અમૂક અવિશ્વનીય વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફ્સ રજૂ કરવામાં આવ્યાં છે. આ ફોટાઓ પોતાના દેશના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓના છે. પનામાના જિનાતન બનિસ્ટાને ઈગ્વાને નામનાં પ્રાણીના ફોટા માટે પ્રથમ સ્થાન અપાયું હતું.
પાણીનો ઘૂમરાવ અને માછલી પકડતા પક્ષીનો ફોટો
ઇમેજ કૅપ્શન, આ રંગબેરંગી ફોટો પેટાર સબોલે ક્રોએશિયાના પાલોએક વિસ્તાર નજીકના તળાવ પાસે પાડવામાં આવ્યો હતો. તેણે આ ફોટા દ્વારા પોતાના દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. પેટારે જણાવ્યું હતું કે પાણી અને માછલી પકડતા પક્ષીને ફોટામાં કેદ કરવા કેમેરાના બ્રસ્ટ મોડનો ઉપયોગ કર્યો હતો.
પાણીમાં કૂદકો મારતી માછલીનો ફોટો
ઇમેજ કૅપ્શન, જોન તાવોને પોતાના શાનદાર ફોટા માટે તાઈવાનમાં ત્રીજું સ્થાન મળ્યું હતું. આ ફોટાનું વર્ણન કરતા જોને જણાવ્યું કે માતા પોતાના બચ્ચાંને પાણીમાંથી બહાર કઈ રીતે કૂદકો મારવો તે શીખવતી હતી, તે ક્ષણે આ ફોટો તેને અચાનક પાડ્યો હતો.
પૅન્ગિવન્સ એક સાથે પાણીની બહાર આવતો હોય તેવો ફોટો
ઇમેજ કૅપ્શન, જન્ટુ પૅન્ગિવન્સનો ઍન્ટાર્ક્ટિકાના ઠંડા પાણીમાં શિકાર કરતો ફોટો અમેરિકન નાડિયા એલેએ પાડ્યો હતો અને આ ફોટાને ત્રીજું સ્થાન મળ્યું હતું. તેણીએ જણાવ્યું હતું કે તેઓ કઈ રીતે એક સાથે ફરે છે તે જોવું રસપ્રદ છે. આ ફોટોમાં પૅન્ગિવન્સ એક સાથે પાણીની બહાર આવતા જોવા મળે છે.
ઝાડ પર બેઠેલા સિંહનો ફોટો
ઇમેજ કૅપ્શન, શું તમે આ તસવીરમાં સિંહને જોઈ શકો છો? નાકુરુ નેશનલ પાર્કના તળાવ નજીક દેવેની નિશાંત મંજુલા અને તેના મિત્રોએ સિંહણને ઝાડ પર જોઈ. તેઓની તીક્ષ્ણ આંખોના કારણે રચાયેલા આ અદૃભૂત ફોટાને શ્રીલંકામાં પ્રથમ સ્થાન મળ્યું હતું.
ઝાડ પર આરામ ફરમાવતા ચિત્તાનો ફોટો
ઇમેજ કૅપ્શન, સિંહ જ માત્ર ઝાડ પર ચડીને આરામ ફરમાવતા નથી. સ્વીડનના બીજોર્ન પર્સ્સનને ઝાડ પર આરામ ફરમાવતા ચિત્તાના ફોટા માટે ત્રીજું સ્થાન મળ્યું હતું.
જિરાફ અને ઝીબ્રાઓનો દોડતો ફોટો
ઇમેજ કૅપ્શન, જિરાફ અને ઝીબ્રાઓનો દોડતો ફોટો મોહમ્મદ અલનેઝરે કેમેરામાં કેદ કર્યો હતો. આ ફોટાએ સાઉદી અરેબિયામાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
ધુવડનો ફોટો
ઇમેજ કૅપ્શન, આ નાના સુંદર ઘુવડના ફોટાને બીજું સ્થાન મળ્યું હતું. સાઉદી અરેબિયાના હુસૈન હકિન અફ્રેડે આ ફોટો પાડ્યો હતો.
બીગઆઈ ટ્રિવેલી નામની માછલીના જૂથનો ફોટો
ઇમેજ કૅપ્શન, ફિલિપાઈન્સના ડેની ઓકામ્પોએ બીગઆઈ ટ્રિવેલી નામની માછલીના જૂથનો ફોટો પાડ્યો હતો. તેના આ ફોટાને ત્રીજું સ્થાન મળ્યું હતું.
પક્ષીઓના જૂથનો ફોટો
ઇમેજ કૅપ્શન, કાર્લોસ એમ. અલમાર્ગોએ પક્ષીઓના ફોટા માટે સ્પેનમાં ત્રીજું સ્થાન મળ્યું હતું. તેણે પક્ષીઓની આ ફ્રેમનો ફોટો પાડવા માટે રાહ જોવી પડી હતી. તેઓએ આ સિવાય અનેક ફોટાઓ પાડ્યા હતા અને પછી આ એક મોકલ્યો હતો.