ગાંધીઆશ્રમના રહેવાસીઓને સરકારના મનાવવાના પ્રયાસો, આશ્રમવાસીઓને નવા ઘરની મુલાકાત કરાવી

પ્રકાશિત

અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ ગાંધીઆશ્રમ વિસ્તારમાં વિશ્વકક્ષાના અદ્યતન મેમોરિયલ નિર્માણ માટે આયોજન હાથ ધરાયું છે.

ગાંધીઆશ્રમ
ઇમેજ કૅપ્શન, અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ ગાંધીઆશ્રમ વિસ્તારના વિશ્વકક્ષાના અદ્યતન મેમોરિયલ નિર્માણ માટે આયોજન હાથ ધરાયું છે. અહીં જે લોકો રહે છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.
ગાંધીઆશ્રમ
ઇમેજ કૅપ્શન, અમદાવાદ કલેક્ટરની આગેવાની હેઠળની આઠ સભ્યોની સ્થાનિક સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી છે. જેમાં ત્રણ આશ્રમવાસીઓનો પણ સમાવેશ કરાયો છે.
ગાંધીઆશ્રમ
ઇમેજ કૅપ્શન, સંકલન સમિતિના સભ્ય આશ્રમવાસી ધીમંત બઢિયા ગાંધીઆશ્રમ કેબી નજીક ઇમામ મંઝિલ કૅમ્પસમાં તેમના ખાદી કાપડના સ્ટૉલ પર.
ગાંધીઆશ્રમ
ઇમેજ કૅપ્શન, ગાંધીઆશ્રમના રહીશોને અન્ય જગ્યાએ મકાન બતાવવા માટે બસમાં બેસીને લઈ જવાયા હતા.
ગાંધીઆશ્રમ
ઇમેજ કૅપ્શન, અત્યાર સુધીમાં કુલ 56 પરિવારો વળતર લઈ વૈકલ્પિક સ્થળે સ્થળાંતર કરવા સહમત થઈ ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
ગાંધીઆશ્રમ
ઇમેજ કૅપ્શન, મહાત્મા ગાંધી સાથે આઝાદીની લડતમાં સક્રિય રીતે જોડાયેલા 267 જેટલા સ્વાતંત્રસેનાનીઓના વંશજો-પરિવારોને વૈકલ્પિક રહેણાક પૂરા પાડવાની સ્કીમ પર હાલ અમલ થઈ રહ્યો છે.
ગાંધીઆશ્રમ
ઇમેજ કૅપ્શન, વળતરની રકમ લઈ ચૂકેલા અને મકાન ખાલી કરી ચૂકેલા આશ્રમવાસીનાં નિવાસ્થાનો હાલ સીલ કરી દેવામાં આવ્યા છે.
ગાંધીઆશ્રમ
ઇમેજ કૅપ્શન, જોકે હજુ પણ કેટલાક આશ્રમવાસીઓ અન્ય જગ્યાએ સ્થળાંતરિત થવા માગતા નથી, તેમને મનાવવાના સરકારના પ્રયાસો ચાલુ છે.
ગાંધીઆશ્રમ
ઇમેજ કૅપ્શન, વિસ્થાપિત થનારા આશ્રમવાસીઓના પુનર્વસન માટે ગાંધીઆશ્રમ નજીક આવેલા એક વિશાળ ખેતરના પ્લોટમાં મકાનોનું (ટેનામેન્ટ) નિર્માણ કરવાનું આયોજન સરકાર દ્વારા કરાઈ રહ્યું છે.