રિસેપ્શનમાં પશ્મીના શાલમાં જોવા મળ્યા વિરાટ, લાલ સાડીમાં અનુષ્કા

પ્રકાશિત

ઇટલીમાં લગ્ન બાદ સ્ટાર દંપતીએ દિલ્હીમાં રિસેપ્શન આપ્યું, PM મોદી રહ્યા ઉપસ્થિત.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
ઇમેજ કૅપ્શન, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ હાલ જ ઇટલીમાં લગ્ન કર્યાં હતાં. ગુરૂવાર (21 ડિસેમ્બર 2017)ના રોજ આ નવદંપતીએ દિલ્હીમાં રિસેપ્શન પાર્ટી આપી હતી.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
ઇમેજ કૅપ્શન, આ રિસેપ્શનમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થયા હતા. વિરાટ અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
ઇમેજ કૅપ્શન, રિસેપ્શનમાં અનુષ્કાએ લાલ રંગની સાડી પહેરી હતી. તો વિરાટ કોહલી કાળા રંગના કુર્તા પર પશ્મીનાની શાલ સાથે જોવા મળ્યા હતા. વિરાટ અને અનુષ્કાની જોડીને ભારતીય મીડિયામાં 'વિરુષ્કા' નામ અપાયું છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
ઇમેજ કૅપ્શન, આ રિસેપ્શન પાર્ટી દિલ્હીના તાજ ડિપ્લોમેટિક એનક્લેવમાં રાખવામાં આવી હતી. વિરાટ દિલ્હીના રહેવાસી છે.
વડાપ્રધાન મોદી સાથે વિરાટ અને અનુષ્કા
ઇમેજ કૅપ્શન, રિસેપ્શનના એક દિવસ પહેલા વિરાટ અને અનુષ્કાએ દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. બન્નેએ વડાપ્રધાન મોદીને રિસેપ્શનનું નિમંત્રણ પણ આપ્યું હતું.
વિરાટ- અનુષ્કાના લગ્નની તસવીર
ઇમેજ કૅપ્શન, વિરાટ અને અનુષ્કા 26 ડિસેમ્બરના રોજ મુંબઈમાં પણ રિસેપ્શન પાર્ટી આપશે.
વિરાટ- અનુષ્કાના લગ્નની તસવીર
ઇમેજ કૅપ્શન, 11 ડિસેમ્બરે લગ્ન બાદ વિરાટ અને અનુષ્કાએ ટ્વિટર પર લગ્નની તસવીર શેર કરી હતી. લગ્નમાં ખૂબ જ ખાસ મિત્રો અને પરિવારજનોને જ બોલાવવામાં આવ્યાં હતાં.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લાંબા સમયથી પ્રેમમાં હતાં. બન્નેએ કેટલીક જાહેરાતોમાં સાથે કામ કર્યું છે.