અમદાવાદ : હેરિટેજ વીકની ઊજવણીમાં શહેર રોશનીમાં નહાયું

પ્રકાશિત

અમદાવાદમાં પ્રથમ હેરિટેજ વીકની ઊજવણી, હેરિટેજ ઇમારતોને શણગારાઈ.

આસ્ટોડિયા દરવાજાની તસવીર
ઇમેજ કૅપ્શન, યુનેસ્કો(યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન)એ ગત જુલાઈ માસમાં અમદાવાદને 'હેરિટેજ સિટી' તરીકે જાહેર કર્યું હતું. જેના ભાગરૂપે અમદાવાદમાં હાલ 'હેરિટેજ વીક'ની ઊજવણી થઈ રહી છે. આસ્ટોડિયા દરવાજા, ત્રણ દરવાજા, દિલ્હી દરવાજા, લાલ દરવાજા, શાહપુર દરવાજા, કાલુપુર દરવાજા, સારંગપુર દરવાજા, પ્રેમ દરવાજા, રાયપુર દરવાજા વગેરે જેવા કળાત્મક દરવાજાઓ માટે અમદાવાદ પ્રસિદ્ધ છે. આ તસવીર આસ્ટોડિયા દરવાજાની છે. અમદાવાદથી કલ્પિત ભચેચનો તસવીરી અહેવાલ.
એલિસબ્રિજની તસવીર
ઇમેજ કૅપ્શન, અમદાવાદના જાણીતા સ્થાપત્યો અને વારસાને શણગારી આ ઊજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદના એલિસ બ્રિજની તસવીર.
રાણી સિપ્રીની મસ્જિદ
ઇમેજ કૅપ્શન, આ તસવીર રાણી સિપ્રી મસ્જિદની છે. સુલતાન મહમૂદ બેગડાના સિપ્રી નામના એક રાણીએ ઈ.સ. 1514માં આ મસ્જિદ બનાવવાની શરૂઆત કરાવી હતી.
સીદી સૈયદની જાળી
ઇમેજ કૅપ્શન, સીદી સૈયદની જાળી અમદાવાદની મુખ્ય ઓળખ પૈકીની એક છે. જે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી છે. સુલતાન શમસુદ્દીન મુઝફ્ફર શાહની સેનામાં બિલાલ ઝાઝર ખાન નામના એક સેનાપતિ હતા. આ સેનાપતિના રસાલાના એક ભાગ એવા સીદી સૈયદ નામના એક વ્યકિતએ આ મસ્જિદનું નિર્માણ કર્યું હતું.
ભાંગડાની તસવીર
ઇમેજ કૅપ્શન, હેરિટેજ વીકના ઉપક્રમે અમમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેની પરેડ 20મી નવેમ્બરે યોજવામાં આવી હતી. આ તસવીરમાં પંજાબથી આવેલા નર્તકો તેમનું લોકનૃત્ય રજૂ કરી રહ્યા છે.
આસામના લોકનૃત્યની તસવીર
ઇમેજ કૅપ્શન, આંતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્વની ઉજવણીમાં દેશભરમાંથી નર્તકો આવ્યા છે. આસામના નર્તકોએ તેમના લોકનૃત્ય 'બિહુ' અને 'બાગુરુંબા'ની ઝલક આપી હતી.
મરાઠી લોકનૃત્યની તસવીર
ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રથી આવેલા નર્તકોએ મહારાષ્ટ્રના અલગઅલગ વિસ્તારમાં પ્રચલિત લોકનૃત્યનું પ્રદર્શન કર્યું હતું.