ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે કે ઘટશે?
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે કે ઘટશે?
પ્રકાશિત
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદનું જોર પહેલાં કરતાં ઘટી ગયું છે.
હાલ દક્ષિણ, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં મધ્યમ કે તેથી થોડા વધુ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે.
શનિવારે ગુજરાતના 100 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, પરંતુ મિલીમીટરની દૃષ્ટિએ જોવામાં આવે, તો આ વરસાદ ઓછો હતો.
બીજી બાજુ, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિઝનની શરૂઆતમાં વરસાદ પડ્યો હતો, એ પછી ત્યાં ખાસ વરસાદ નથી પડ્યો.
દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ, રાજકોટ જેવા વિસ્તારોમાં હજુ વરસાદની ઘટ છે. ત્યારે આવતા અઠવાડિયે કેવી સ્થિતિ રહેશે અને શું વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.
જાણો આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



