ક્રિકેટના એ 10 રેકૉર્ડ જે પુરુષો પહેલાં મહિલાઓએ બનાવ્યા

વીડિયો કૅપ્શન, Sachin Tendulkar પહેલાં આ મહિલા ખેલાડીએ ડબલ સેન્ચુરી ફટકારી હતી?
ક્રિકેટના એ 10 રેકૉર્ડ જે પુરુષો પહેલાં મહિલાઓએ બનાવ્યા
પ્રકાશિત

છેલ્લા લગભગ એક મહિનાથી ભારત અને શ્રીલંકામાં મહિલા ક્રિકેટ વર્લ્ડકપ ચાલી રહ્યો છે, જેની રવિવારે ફાઇનલ મૅચ રમાશે.

નવી મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકાની વુમન્સ ક્રિકેટ ટીમ ટ્રૉફી માટે ટકરાશે. બંનેમાંથી જે કોઈ ટીમ જીતે, મહિલા ક્રિકેટને 'નવી ચૅમ્પિયન ટીમ' મળશે, કારણ કે બંનેમાંથી એક પણ ટીમે અગાઉ ક્યારેય ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો નથી.

એવું માનવામાં આવે છે કે તેના કારણે આ બંને દેશમાં ક્રિકેટ સહિતની રમતો પ્રત્યે મહિલાઓની જાગૃતિ અને આકર્ષણ વધશે તથા રૂઢિચુસ્ત મનાતા સમાજમાં તેની સ્વીકાર્યતા પણ વધશે.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના રોમાંચક સેમિફાઇનલ પછી આ ટુર્નામેન્ટમાં લોકોની રુચિ વધી છે, ત્યારે જાણો મહિલા ક્રિકેટ અંગેની કેટલીક રસપ્રદ વિગતો. કેટલીક સિદ્ધિઓ અને બાબતો એવી છે કે જે પુરુષ ક્રિકેટ કરતાં પહેલાં વુમન્સ ક્રિકેટમાં ઘટી હતી.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહિલા વુમન ક્રિકેટ ફાઇનલ, ભારત અને આફ્રિકાની ટીમ કેટલી શક્તિશાળી, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, પ્રતીકા રાવલ, શેફાલી વર્મા, મહિલા ક્રિકેટના રેકોર્ડ્સ અને સિદ્ધિઓ,  બીબીસી ગુજરાતી સ્પૉર્ટસ સમાચાર,
ઇમેજ કૅપ્શન, સેમિફાઇનલમાં વિજય પછી ભાવનાત્મક બનેલાં જેમિમા રોડ્રિગ્ઝની તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ હતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન