ગુજરાતમાં હવે સૌથી વધારે વરસાદ ક્યાં પડશે? શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં સૌથી વધારે વરસાદ હવે ક્યાં પડશે? શું છે આગાહી?
ગુજરાતમાં હવે સૌથી વધારે વરસાદ ક્યાં પડશે? શું છે આગાહી?
પ્રકાશિત

હાલમાં સમુદ્રનું ચોમાસું પશ્ચિમ ભારતમાં ખૂબ જ મજબૂત છે. મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, કર્ણાટકમાં મજબૂત સ્થિતિમાં છે. કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે વહેલી સવારે અમદાવાથી લઈ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વાદળો છવાયેલા છે. સૌથી વધારે વાદળો અમદાવાદ, પંચમહલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, વલસાડ, અને નવસારી જેવા વિસ્તારોમાં દેખાઈ રહ્યા છે.

આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ, ભાવનગર, બોટાદ, અને રાજકોટમાં પુષ્કળ વાદળો છે.

આ તમામ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.

તેનો મતલબ છે ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે તો જાણો ક્યાં પડશે ધોધમાર વરસાદ અને કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ?

ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો